Dahod Debgadhbariya Gujarat Chunav Result 2022:  દેવગઢબારિયા વિધાનસભા બેઠક દાહોદ જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકોમાંથી એક માત્ર દેવગઢબારીયા સામાન્ય બેઠક છે. છેલ્લી બે ટર્મથી અહી ભાજપનું શાસન છે. સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ થતો હોય છે. પણ આ વખતે એનસીપી કોંગ્રેસનું ગઠબંધન હોવાના કારણે એનસીપીએ ઉમેદવાર જાહેર કર્યો હતો. પણ એનસીપી ઉમેદવાર ગોપસિંહ લવારે ફોર્મ પરત ખેંચતા હવે અહી ભાજપ-આપ વચ્ચે ટક્કર થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદ 


  • દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા બેઠક પર ભાજપ ની જીત 

  • કોંગ્રેસ નો ગઢ ગણાતી તમામ બેઠક પર ભાજપ નો કબજો 

  • કોંગ્રેસ નો ગઢ ગણાતી દાહોદ ,ગરબાડા,ઝાલોદ બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય 

  • દેવગઢ બારીઆ, લીમખેડા,ફતેપુરા બેઠક ઉપર પણ ભાજપ નો વિજય 

  • દાહોદ બેઠક પર કનૈયા કીશોરી ની જીત 

  • ફતેપુરા બેઠક પર રમેશ કટારા ની જીત 

  • ઝાલોદ બેઠક પર ભાજપ ના મહેશભાઈ ભુરીયા ની જીત 

  • દેવગઢબારીઆ બેઠક પર બચુભાઈ ખાબડ 

  • ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર 

  • લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર વિજેતા


જીલ્લો – દાહોદ 
બેઠક – દેવગઢબારિયા
રાઉન્ડ – 3 રાઉન્ડ ના અંતે 
આગળ – ભાજપ 8519
 મત થી આગળ


2022ની ચૂંટણી
2017ના વિજેતા બચુભાઇ ખાબડને ફરી ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન અંતર્ગત એનસીપીના ઉમેદવાર જાહેરા કરાયા હતા જોકે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યુ હતુ. આમ આદમી પાર્ટીએ ભરત વાખલાને ઉમેદવાર બનાવ્યા છે. 


2017ની ચૂંટણી
 2017માં ભાજપના ઉમેદવાર બચુભાઇ ખાબડે કોંગ્રેસના ભરતસિંહ વાખલાને 45,694 મતોના માર્જીનથી હરાવ્યા હતા. સતત બે ટર્મથી હાલ ભાજપનું રાજ છે. 


2012ની ચૂંટણી
વર્ષ 2012માં ભાજપના બચુભાઇ ખાડબે એનસીપીના ભુપેન્દ્રસિંહ ચૌહાણ સામે 83,753 મતોની લીડથી જીત હાસલ કરી હતી.