રાજકોટ : શહેરની જંગલેશ્વર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી જ્યોતિબેન અમિત પરમારે રવિવારે સાંજે શેરીમાં કેરોસીને છાંટીને આત્મદાહ કર્યો હતો. આથી તે ગંભીર રીતે દાઝી ગયા હતા. સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જો કે સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યે તેનું મોત નિપજતાં પરિવારજનોએ કલ્પાંત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: જશ ખાટવાની લ્હાયમાં કોંગ્રેસી નેતાઓએ નિયમો નેવે મુક્યાં, બ્રિજનું લોકાર્પણ

અમિતભાઇએ લોકડાઉનનાં કારણે નોકરી ધંધો બંધ હતો. આ કારણે ઘરનુ ભાડુ, કરિયાણુ અને દૂધનાં બિલ હિતનું દેવુ થઇ ગયું હતું. લોકડાઉન ખુલ્યા બાદ નોકરી ચાલુ કરી હતી. જો કે દેણા ક્યારે ચુકવાશે તેની ચિંતા તત પત્ની કરતી હતી. આ કારણે અગ્નિસ્નાન કરી લીધુ હતું. 


Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 514 કેસ, 28 મૃત્યુ, 339 દર્દી ડિસ્ચાર્જ

આપઘાત કરનારા જ્યોતિબેનનાં લગ્ન સોળ વર્ષ પહેલા થયા હતા. સંતાનના 14 અને 12 વર્ષનાં બે પુત્ર તથા ત્રણ માસની એક પુત્રી થઇ છે.  જે માં વિહોણી થતા ગમગીમી છવાઇ ગઇ હતી. જ્યોતિબેનનાં પતિ અમિતભાઇ પરમાર સાડીની દુકાનમા નોકરી કરે છે. જ્યારે પિતા ભીખુભાઇ રાઠોડ જંગલેશ્વર ખાતે આવેલા ક્વાર્ટરમાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube