Saurashtra University નો નિર્ણય, 20 તારીખ પછીની તમામ પરીક્ષાઓ રદ્દ
રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ઓફલાઇન પરીક્ષાને બદલે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે.
ગૌરવ દવે/રાજકોટ : કોરોના (Corona) ની વધતી મહામારીમાં ગુજરાત (Gujarat) રાજય સરકારની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી (Saurashtra University) ના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ચાલુ છે તેમાં આવતીકાલનું છેલ્લુ પેપર યથાવત રાખી લેવામાં આવશે.
ગુજરાત રાજય સરકારની ગાઈડલાઈન અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 20 માર્ચ પછી શરુ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ભવનો તથા સંલગ્ન કોલેજોમાં આવતીકાલથી ઓનલાઈન શૈક્ષણીક કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
Gujarat University એ મોકૂફ રાખી પરીક્ષાઓ, નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે
રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ઓફલાઇન પરીક્ષાને બદલે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે.
ઓનલાઈન પરીક્ષા ઉતાવળ ભર્યો નિર્ણય : જતીન ભરાડ
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઉપ પ્રમુખ જતીન ભરાડે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકર્યો હતો અને કહ્યું હતું કે, સ્કૂલો આવતીકાલથી બંધ થઈ રહી છે પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરવાનો રહેશે. સાથે જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઈન લેવાનો નિર્ણય ઉતાવળ ભર્યો હોવાનું ગણાવ્યું હતું.જોકે વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ થવા પાછળનું કારણ માત્ર સ્કૂલોમાં SOP નું પાલન ન થતું હોવાનું નથી. પરંતુ સ્કૂલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તે સ્વીકાર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube