Dediapada Gujarat Chutani Result 2022 : ડેડિયાપાડા બેઠક નર્મદા જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર 1,10,972 પુરૂષ મતદારો છે. જ્યારે 1,11,674 મહિલા મતદારો છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર 2,22,647 મતદારો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા જિલ્લો


ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આપના હૈતરભાઈ દામજીભાઈ વસાવાનો ભવ્ય વિજય થયો છે. તેમણે 40282 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારની કારમી હાર થઈ છે.

બેઠક : દેડીયાપાડા
રાઉન્ડ :11
પક્ષ : આપ આગળ  
મત :21754 મત થી આગળ


2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે હિતેશ વસાવાને ટિકિટ આપી. જ્યારે કૉંગ્રેસે જેરમા વસાવાને ટિકિટ આપી. તો આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી. 


2017ની ચૂંટણી
ડેડિયાપાડાના ઈતિહાસની વાત કરીએ તો 2017માં BTPના ઉમેદવાર મહેશ વસાવાને 83,026 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવા મોતી વસાવાને 61,275 મત મળ્યા હતા. ભાજપના મોતી વસાવા 21,751 મતોથી હાર્યા હતા. 


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોતી વસાવાને 56,471 મત મળ્યા હતા જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અમરસિંહ વસાવાને 53,916 મત મળ્યા હતા. કૉંગ્રેસના અમરસિંહ વસાવા 2,555 મતોથી હાર્યા હતા.