મહેસાણાઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઢુંઢર ગામમાં 28 સપ્ટેમ્બરે 14 મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતીયો પર હિંસા ભડકી હતી. આ હિંસા બાદ અનેક લોકો ગુજરાત છોડીને પોતાના રાજ્યમાં પરત ફર્યા છે. તો આ મામલે રાજનીતિ પણ ગરમાય ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ કરી રહ્યાં હતા. પરપ્રાંતીયોને મારી ધમકાવીને ગુજરાત છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ઠાકોર સેના પર પરપ્રાંતીયોને ભગાડવાનો પણ આરોપ લાગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સ્થિતિ શાંત થતી જાય છે. પોલીસ પણ એક્શનમાં આવી છે અને પરપ્રાંતીય લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવે છે. આજે મહેસાણાના દેદીયાસણ જીઆઈડીસી ખાતે દેદીયાસણ ઈન્ડસ્ટ્રીયલ એસોસેએશનની સાથે પોલીસ અને ઠાકોર સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં પરપ્રાંતીયોને સુરક્ષા આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે અને ઠાકોર સેનાએ આ બેઠકમાં ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનને પરપ્રાંતીયોની સુરક્ષા અંગે ખારતી આપી હતી. આ સાથે પોલીસે ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનને ફેક્ટરી આગળ સીસીટીવી કેમેરા લગાવવાનું સૂચન આપ્યું હતું. 


પોલીસે પ્રરપ્રાંતીયોને કહ્યું કે, અમે તમને સુરક્ષા આપીશું. કોઈ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. કોઈપણ મુશ્કેલી આવે તો પોલીસને ફોન કરી દેજો. આ સાથે પોલીસે જે વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે તથા જ્યાં પરપ્રાંતીયો વસે છે ત્યાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. 



પરપ્રાંતીયો પર હિંસાઃ ચારે તરફથી ઘેરાયેલા અલ્પેશ ઠાકોર સાથે રાહુલ ગાંધીએ ફોન પર કરી વાત