Gujarat Weather Forecast : બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે. ગુજરાત પર જે ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે, તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે. બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે. પરંતું આ સિસ્ટમ સતત પોતાનો રુટ બદલી રહી છે. ત્યારે આ વીડિયો જોઈ લો, કે કયા કયા જિલ્લાઓ પર મેઘતાંડવ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ગુજરાતના આ શહેરને કોની નજર લાગી! એક જ મહિનામાં ત્રીજીવાર પૂર આવ્યું! શાળાઓમાં રજા જાહેર


 


  • આજે 3 સપ્ટેમ્બર, મંગળવારે આ સિસ્ટમ સુરત આસપાસ છે

  • આવતીકાલે 4 સપ્ટેમ્બર, બુધવારે સિસ્ટમ અમદાવાદ તરફ ખસી રહી છે

  • 5 સપ્ટેમ્બર, ગુરુવારે ડીપ્રેશન અમદાવાદથી આગળ ઉત્તર ગુજરાત તરફ ખસી રહ્યું છે


આજે ક્યાં ક્યાં એલર્ટ 
આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે ભરૂચ અને  સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.


 


ગુજરાતના એકસાથે 18 જિલ્લાઓમાં ડેન્જર આગાહી, ભયાનક ડીપ ડિપ્રેશન માથા પરથી થશે પસાર