અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના ડીસાના માલગઢ ગામે બનેલી ધર્મ પરિવર્તનની ઘટનાના ઘેરા પ્રત્યઘાત આજે ડીસામાં જોવા મળ્યા છૅ. વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આજે ડીસા બંધનું એલાન આપતા સમગ્ર ડીસાના બજારો બંધ રહ્યા તો ડીસામાં વીસાળ રેલી યોજી એસડીએમને આવેદન પાઠવાયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના ડીસાના માલગઢ ગામે બનેલી ધર્મ પરિવર્તનની ઘટનાને લઇ સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. ગઇકાલે દાંતીવાડા ખાતે  હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કૃત્ય આચરનાર  શખ્સો સામે કડકમાં કડક પગલાં ભરી ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરાઈ તો ડીસામાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે ભારત બંધનુ એલાન અપાયુ. જેને લઇ વહેલી સવારથી જ દિશાની બજારો માર્કેટયાર્ડો સહિત  તમામ દુકાનો બંધ રહી.


તો બીજી તરફ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ડીસાના બગીચા સર્કલ ખાતેથી મહારેલી યોજાઇ જે રેલીમાં  અંદાજિત 15 હજારથી વધુ કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા. જોકે રેલીમાં જોડાયેલા કેટલાક કાર્યકર્તાઓ ઉગ્ર બનતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા અને પોલીસે હળવો લાઠીચાર્જ કરી કરતા દોડધામ મચી.


આ સમગ્ર મામલાને લઇ લવ જેહાદ મામલે નિવેદન આપતાં ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયાએ પણ લવ જિહાદીઓ પર નિશાન સાંધ્યુ અને કહ્યું કે, મારા માટે રાજકારણ ગૌણ વસ્તુ છે. હું હિન્દુ ધર્મમાં પ્રથમ માનું છું. જો કોઈ હિંદુઓ પર નજર નાખશો તો નહીં ચલાવી લઈએ. બીજી તરફ જેહાદીઓને પણ જવાબ આપતા ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉગ્ર બનેલા જોવા મળ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube