બનાસકાંઠા: ડીસા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસરને કોર્ટે ફટકારી સફાઇની સજા
મળતી માહિતી મુજબ 9 વર્ષ અગાઉ ડીસા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સહિત 3 લોકો સરકારી ગેસ્ટહાઉસમાં દારૂ પીતા રંગેહાથ ઝડપાયા હતા.
અલ્કેશ રાવ, પાલનપુર: આજે ડીસાની સેસન્સ કોર્ટ દ્વારા આજે ઉદાહરણરૂપ ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ડીસાના પૂર્વ ચીફ ઓફિસર સહિત 3 લોકોને 1 મહિના સુધી ડીસાની સિવિલ હોસ્પિટલમાં સફાઇ કરવાની સજા ફટકારી હતી.
મળતી માહિતી મુજબ 9 વર્ષ અગાઉ ડીસા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સહિત 3 લોકો સરકારી ગેસ્ટહાઉસમાં દારૂ પીતા રંગેહાથ ઝડપાયા હતા. જે અંગે કેસ ચાલતા આજે ડીસાની સેસન્સ કોર્ટ દ્વારા આજે સમાજમાં ઉદાહરણરૂપ ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં ડીસા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સહિત ત્રણને લોકોને ડીસાની સિવિલ હોસ્પિટલમાં એક માસ સુધી સફાઈ કરવાની ફટકારી હતી. જેનું વિડીયો રિકોર્ડિંગ પણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ 21 ઓક્ટોબર 2009ના રોજ ડીસા ખાતે આવેલા ટોપ ઇન ટાઉન ગેસ્ટ હાઉસના રૂમનંબર 102માં દેવચંદ પુનમચંદ મોદી, કિર્તીલાલ ચમનલાલ નાઇ અને રવિશભાઇ પ્રહ્લાદભાઇ પટેલ દારૂની મહેફિલ તથા જુગાર રમતા પોલીસ રેડ દરમિયાન પીધેલી હાલતમાં મળી આવતાં ડીસાના શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ડીસાની કોર્ટમાં કેસ ચાલતાં જજે આ ત્રણેય આરોપીઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં સવારે 10થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન સફાઇકામ કરવાનું અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું અને દર સિવિલ હોસ્પિટલના અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો.
સેસેન્સ કોર્ટના આ ચૂકાદાથી સરકારી બાબુઓમાં ફટફાટ પ્રસરી ગયો છે અને હવે સરકારી બાબુઓ દારૂની મહેફિલ માણતાં ડરશે. આ અનોખા ચૂકાદાના સમાચાર વાયુવેગે સમગ્ર પંથક પ્રસરી જતાં લોકોને કોર્ટના ચૂકાદાને આવકાર્યો છે.