Defamation Case: રાહુલ ગાંધી પછી કેજરીવાલ અને તેજસ્વીની મુશ્કેલીઓ વધશે?, ચૂપચાપ મૂંગા રહેજો
Gujarat News : હાલ રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, અરવિંદ કેજરીવાલ, સિંજય સિંહ જેવા નેતાઓની મુશ્કેલીઓ વધી છે, જેમની સામે માનહાનિ કેસ થયા છે
Defamation Cases in Gujarat: મોદી અટક બદનક્ષીના કેસમાં બે વર્ષ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત માટે કોર્ટના ચક્કર કાપવા પડ્યા છે, જ્યારે અન્ય માનહાનિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને હવે તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. ત્રણેય વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી મેમાં થશે.
મોદી સરનેમ બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા બાદ દેશમાં અપરાધિક માનહાનિના કેસોનું પૂર આવ્યું છે. ગુજરાતની સુરત કોર્ટના નિર્ણય બાદ પોતાની સીટ ગુમાવનાર રાહુલ ગાંધીને હજુ સુધી કોઈ રાહત મળી નથી. રાહુલ ગાંધી હવે સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે, રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે હાલમાં આ સજા પર સ્ટે આપવામાં આવે નહીં તો તેઓ નિર્દોષ છૂટશે તો પણ તેમની રાજકીય કારકીર્દી પૂરી થઈ જશે.
PM modi ને ટાર્ગેટ કરવા જતાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ભરાયા, થઈ પોલીસ ફરિયાદ
જ્યારે અન્ય વધુ બે માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આમાં પહેલો કેસ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો છે અને તેમના પક્ષના સાથી રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ છે. બીજો કેસ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. મોટો પ્રશ્ન એ છે કે શું અન્ય બે માનહાનિના કેસ પણ રાહુલ ગાંધી કેસની જેમ સમસ્યા બનશે? જ્યારે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે, ત્યારે એક વેપારી હરેશ મહેતાએ તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
ગુજરાત સ્થાપના દિવસ પર સુનાવણી
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં માનહાનિનો કેસ દાખલ કરાયો છે. જેમાં ગુજરાતની જનતાના અપમાનની વાત કરાઈ છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં જોવામાં આવે તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે. એમની ઠગાઈને માફ કરી દેવામાં આવશે. ફરિયાદી હરેશ મહેતાનું કહેવું છે કે તેજસ્વી યાદવે મીડિયામાં નિવેદન આપી સમગ્ર ગુજરાતી સમાજને ઠગ ગણાવ્યો હતો. આ તમામ ગુજરાતીઓનું અપમાન છે. આ મામલે પ્રથમ સુનાવણી 1 મેના રોજ નક્કી કરવામાં આવી છે. 1 મે એ ગુજરાત સ્થાપના દિવસ પણ છે. હવે જોવાનું એ રહે છે કે અમદાવાદના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ આ મામલે શું નિર્ણય લે છે? કોર્ટ આ સુનાવણીમાં તથ્યોની ચકાસણી કરશે.
માત્ર 6 ચોપડી ભણેલા આ ગુજરાતી હસ્તીના હાથે થઈ હતી ગુજરાતની સ્થાપના
23મીએ કેજરીવાલ-સંજય સિંહ કેસમાં સુનાવણી
પીએમ મોદીના ડિગ્રી કેસમાં હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત યુનિવર્સિટી સામે ખોટા તથ્યો રાખવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં તથ્યો અને સાક્ષીઓના નિવેદનોની ચકાસણી બાદ બંને નેતાઓ સામે સમન્સ જારી કરવામાં આવ્યા છે. જેમાં બંને નેતાઓને 23 મેના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. યુનિવર્સિટીનો આરોપ છે કે બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સથી યુનિવર્સિટીની છબી ખરાબ થઈ છે અને લોકોમાં એવી છાપ ઊભી થઈ છે કે ગુજરાત યુનિવર્સિટી ખોટી માર્કશીટ બહાર પાડે છે.
ગુજરાતના સ્થાપના દિન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નહિ રહે હાજર, આ છે કારણ
શું રાજકારણ બદનક્ષી પર પ્રભુત્વ ધરાવે છે?
ગુજરાતમાં બેક ટુ બેક માનહાનિના કેસોના પ્રશ્ન પર દરેક પોતાનો અંગત અભિપ્રાયો આપે છે. આ બાબતે કેટલાક નિષ્ણાતો કહે છે કે, આ ત્રણેય કેસ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સામે નોંધવામાં આવ્યા છે. ત્રણેય કેસ રાજકીય રીતે પ્રેરિત છે. જો એવું નથી તો શાસક પક્ષના લોકો સામે કેસ કેમ નોંધવામાં આવતા નથી? વરિષ્ઠ સમાજશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક કહે છે કે રાહુલ ગાંધી-કેજરીવાલ અને હવે તેજસ્વી સામે કેસ થયો એ સંયોગ છે પણ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ પણ બિહારમાં થયો છે. માનહાનિના આ મામલાઓથી સ્પષ્ટ છે કે હવે નેતાઓએ સાવધાનીપૂર્વક બોલવું પડશે, કારણ કે વિઝ્યુઅલ મીડિયામાં વીડિયો એક મોટો પુરાવો છે. હું માનું છું કે આ માત્ર શરૂઆત છે અને માનહાનિના વધુ કેસ વધશે.
લાલદરવાજા પાસે વિદ્યાર્થીઓપર કરાયેલાં ગોળીઓના વરસાદે રોપ્યું ગુજરાતની સ્થાપનાનું બીજ