અમદાવાદ :18થી 22 ઓક્ટોબર સુધી યોજાનાર ડિફેન્સ એક્સ્પોની અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રિવરફ્રન્ટ પર ત્રણેય સેનાના જવાનોએ દિલધડક કરતબ સાથે રિહર્સલ કર્યું. જેમાં  ફ્રી ફોલ એક્ટિવિટીમાં થલસેનાના સ્પેશકલ પેરા કમાન્ડો, વાયુસેનાના ગરુડ કમાન્ડો અને નૌસેનાના માર્કોસ કમાન્ડો 8 હજાર ફૂટની ઊંચાઈએથી પ્લેનમાંથી પેરાશૂટ સાથે કૂદીને છૂપાયેલા દુશ્મનને શોધવાની એક્ટિવિટીના દિલધડક કરતબ બતાવ્યા. તો રિવરફ્રન્ટ પર નેવીના એક સાથે ત્રણ હેલીકોપ્ટરમાંથી દોરડા વડે માર્કોસ કમાન્ડો નદીની વચ્ચે બોટમાં ઉતરી કિનારા પર આવી બચાવ ઓપરેશનનું રિહર્સલ કર્યું. તો સારંગ હેલીકૉપટર ટીમના હેરતઅંગેજ કરતબોથી રિવરફ્રન્ટ પર હાજર લોકો સ્તબ્ધ રહી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કોસ કમાન્ડો 8000 ફૂટની ઊંચાઇએથી નીચે કૂદ્યા
અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે 18 થી 22 ઓક્ટોબર દરમિયાન DefExpo 2022નું આયોજન કરાયું છે. ત્યારે ભારતની ત્રણેય સેના દ્વારા રિવરફ્રંફ્ટ ખાતે રિહર્સલ કરાઈ રહ્યું છે. જેમાં પ્રથમ ફ્રી ફોલ એક્ટિવિટી કરાઈ હતી. જેમાં થલસેનાના સ્પેશકલ પારા કમાન્ડો, વાયુસેનાના ગરુડ કમાન્ડો અને નૌસેનાના માર્કોસ કમાન્ડો 8000 ફૂટની ઊંચાઇએથી પ્લેનમાંથી પેરાશૂટ લઈને કૂદ્યા હતા. દુશમન વિસ્તારમાં છુપાઈને પ્રહાર કરવા માટે સેના દ્વારા આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. 


આ પણ વાંચો : AAP એ વધુ 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ


ફ્રી ફોલ બાદ નેવીની અન્ય પણ એક્ટિવિટી યોજાઈ હતી. જેમાં એક સાથે જુદા જુદા 3 હેલિકૉપ્ટર સાબરમતી નદીની ઉપર સ્થિર થયા હતા. નેવીના માર્કોસ કમાન્ડો હેલિકૉપ્ટરમાંથી દોરડા વડે ઉતર્યા હતા અને નદીની વચ્ચે બોટમાંથી પુરઝડપે કિનારે આવી બચાવ ઓપરેશન પાર પાડ્યુ હતું. નેવીની દિલધડક એક્ટિવિટી બાદ સારંગ હેલિકૉપ્ટર ટીમનુ અત્યંત હેરતઅંગેજ કરતબો યોજાઈ હતી. પુરઝડપે એકબીજાની નજીકથી હેલિકોપ્ટર પસાર થયા હતા. આ ઘટના ત્યાં ઉપસ્થિત લોકોના રુંવાડા ઉભા કરી દે તેવી હતી. આ તમામ દિલધડક કરતબો રોમાંચિત કરી દે તેવી છે. 
 



કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટના પૂર્વ કાંઠે જાહેર જનતા માટે પ્રદર્શન જોવા જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે. Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.