નર્મદા : જિલ્લા પોલીસે બોગસ ડિગ્રી માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપી લીધું હતું. જેમાં ગુગલમાં કથિત રીતે નોકરી કરી ચુકેલી મુળ છત્તીસગઢની અને દિલ્હીમાં રહેતી કોમ્યુટર એન્જિનિયર મહિલા બીએથી લઇને પીએચડી સુધીની ડિગ્રીનં 20 થી માંડીને 4 લાખ રૂપિયામાં સોદો કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં અનેક મોટા માથાની સંડોવણી હોવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા પોલીસના અનુસાર આ નકલી ડિગ્રી કૌભાંડ દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 31 એજન્ટો સામેલ છે. દેશના સેંકડો લોકોએ આ ટોળકીઓ પાસેથી નકલી માર્કશીટો મેળવી હોવાની આશંકા છે. આ નકલી ડિગ્રીઓના વેરિફિકેશન માટે અલગ અલગ યુનિવર્સિટીના કર્મચારીઓની સંડોવણી પણ હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. રાજપીપળાની બીરસા મુંડા યુનિવર્સિટીની ડિગ્રીનો પણ સોદો થયો હતો. 


રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત્ત 10 ડિસેમ્બર 2021 ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફાઇ થવા માટે આવ્યા હતા. જો કે આ ડિગ્રી સર્ટિફિકેટ અને વેબસાઇટ બંન્ને બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ નર્મદા પોલીસ તપાસ કરતા મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. તપાસમાં ડુપ્લીકેટ વેબસાઇટ બનાવનારીની ઓળખ થઇ હતી. પોલીસે દિલ્હીમાં રહેતી બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube