નચિકેત મહેતા/ખેડા :આજે દેવ દિવાળી (dev diwali) નું પાવન પર્વ છે. આજે કાર્તિક પૂનમ હોવાથી આજના દિવસનું ધાર્મિક મહત્વ ખાસ હોય છે. ત્યારે ભગવાન રણછોડજીના ડાકોર (dakor) આગમનને આજે 866 વર્ષ પૂરા થયા છે. કારતક સુદ પૂર્ણિમા દેવદિવાળીએ ભગવાન ભક્ત બોડાણા સાથે ડાકોર આવ્યા હતા. આ પાવન અવસરે ડાકોરમાં પડયાત્રી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. આગમન ઉત્સવને પગલે ભગવાન રણછોડજીને વિશેષ શણગાર કરાયો છે. ડાકોરના ઠાકોરે સવા લાખનો પરંપરાગત મુગટ ધારણ કર્યો છે. ‘જય રણછોડ’ના નાદ સાથે ડાકોરમાં આજે ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
866 વર્ષ પહેલા સંવત 1212માં તેઓ દ્વારિકા (dwarka) નગરીથી ડાકોરમાં આવ્યા હતા. દ્વારિકાથી ડાકોરમાં આવીને તેઓ રણછોડરાય કહેવાયા. તેઓ ડાકોરના ભક્તોના હૃદયમાં વસ્યા. તેથી જ કાર્તિક પૂનમનો આ દિવસ ડાકોરવાસીઓ માટે ઉત્સવ જેવો બની રહે છે. આ દિવસે ખાસ દીપમાળામાં ઘીના દીવા પ્રગટાવીને મંદિરને શણગારમાં આવશે. જેના પ્રકાશથી મંદિર પરિસરમાં ભક્તિનો રંગ ફેલાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : અડધા ભાવનગરને ઓછો ગેસ મળે તેવુ કૌભાંડ પકડાયું, લોકોના ઘર પહેલા જ સિલિન્ડર ક્યાંક બીજે પહોંચી જતું 



ભગવાન કેવી રીતે આવ્યા હતા ડાકોર
866 વર્ષ પહેલા કારતક પૂનમ સંવત 1212 દેવ-દિવાળીના દિવસે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધિશ ગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા. ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થયા અને ગાડામાં બેસીને ડાકોર સુધી આવ્યા હતા. બસ, આ રીતે ડાકોરમાં તેમની પધરામણી થઈ હતી. બસ ત્યારથી ડાકોરમાં દેવદિવાળી ધામધૂમથી ઉજવાય છે. 


આ પણ વાંચો : દેવદિવાળીએ ગુજરાતના આ કુંડમાંથી ન્હાવાથી આસુરી શક્તિઓમાંથી મળે છે મુક્તિ