Lok Sabha Elections Survey: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ ચૂંટણીને લઈને આક્રમક કામગીરીમાં લાગી ગયું છે. ભાજપ ક્યાંય પણ ભૂલ ન થાય તે પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. હંમેશા ભાજપ ઉમેદવાર નક્કી કરવા પર વિશેષ ધ્યાન આપતું હોય છે. ત્યારે ગુજરાતના રાજકારણના એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન! ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ: આ રીતે થયો મોટો ખુલાસો


ભાજપના ધારાસભ્યોને નવી જવાબદારી સોંપવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સર્વે 3 કેટેગરીમાં ચાલી રહ્યો હોવાની માહિતી મળી રહી છે.


સાવધાન! તમે તો iPhone 15 નકલી ખરીદીને નથી આવ્યા ને, આ ટ્રીકથી જરા ચેક કરી લેજો


લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરાયો છે. દિલ્લીથી ભાજપના ધારાસભ્યો પર નજર રખાઈ રહી છે. ભાજપના તમામ ધારાસભ્યોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્યોનો 3 કેટેગરીમાં સર્વે કરાઈ રહ્યો છે. હાલ પહેલીવાર ચૂંટાયેલા ધારાસભ્યોની કામગીરીનો પણ સર્વે ચાલુ કરાયો છે. ભાજપ નવા ચહેરાને જ્યાં પ્રતિનિધિત્વ અપાયું છે તે વિસ્તારનો સર્વે કરાશે. પ્રથમવાર જીત્યું હોય તેવી બેઠકો પર કામગીરીનો સર્વે કરાશે.


ઓસ્ટ્રેલિયામાં મફતમાં અભ્યાસ થઈ શકે, 11 શિષ્યવૃત્તિઓ છાત્રોને આપે છે ભણવામાં ટેકો


આ ત્રણ કેટેગરીમાં સર્વે


  • પહેલી વાર જે ધારાસભ્યો ચૂંટાયા છે તેમની કામગીરીને લઈ સર્વે

  • તેમના મતવિસ્તારમાં ધારાસભ્યો કેવી કામગીરી કરી રહ્યા છે તે જાણવામો સર્વે

  • જે વિધાનસભામાં નો રિપીટ થિયરી લાગુ કરી નવા ચેહરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યાં વાસ્તવિક પરિસ્થિતિનો સર્વે

  • જે વિધાનસભા બેઠક પર ભાજપ પહેલીવાર જીત્યું છે એવી બેઠકો પર સર્વે


બાળકોને અપાતા મધ્યાહન ભોજનના તેલના નમૂના ફેલ, અક્ષયપાત્ર સંસ્થાને 1.10 લાખનો દંડ


તમને જણાવી દઈએ કે રાજકારણમાં સર્વેની વાત સામાન્ય હોય છે. ચૂંટણી પહેલા ભાજપ સર્વે કરાવતુ રહેતું હોય છે. પરંતુ આ વખતે અનોખી રીતે સર્વે કરાવી રહી છે. એકબાજુ ભાજપ વિપક્ષની ડિપોઝીટ ડુલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે જે તે વિધાનસભા મતવિસ્તારમાં શું સ્થિતિ છે તે જાણવા ભાજપ સર્વે કરાવી રહ્યું છે.