પોરબંદર: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય મુલાકાતને લઈને તેઓ આજે ચાર્ટર પ્લેન મારફતે પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. કેજરીવાલ એરપોર્ટથી દ્વારકા જવા રવાના થયા છે. અહીં તેઓ ખેડૂતો અને માછીમારો મુદ્દે કેજરીવાલે આપશે. ખેડૂતોના દેવા, વીજળી, MSP પર વિચારણા કરશે. પોરબંદર એરપોર્ટ પર તમામ ફ્લાઇટો બંધ છે તે મુદ્દે પણ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટ ખાતે દ્વારકા મંદિરના બ્રાહ્મણો તથા આપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રીનુ સ્વાગત કરવામા આવ્યું હતુ. દ્રારકા જતા પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, આજે અમે દ્વારકામાં ખેડૂતોને મળીને તેઓને ગેરેન્ટી આપીશું. ખેડૂતોને પાકના પુરતા ભાવ ન મળવા તેમજ પુરતી વિજળી ન મળવાની સમસ્યા તેમજ ખેડૂતોની જમીનની સર્વેની કામગીરી થઈ છે તે પણ ખોટો છે જેથી ખેડૂતો પરેશાન છે.


મુખ્યમંત્રી કેજરીવાલે માછીમારોના પ્રશ્નો મુદ્દે પણ વાત કરતા જણાવ્યું હતું કે, માછીમાર આગેવાનો દિલ્હીમાં પણ અમોને મળવા આવ્યા હતા અને તેઓની જે સમસ્યા છે કે માછીમારો વખતે ભુલથી તેઓ પાકિસ્તાન તરફ વહી જતા હોવાથી આજે 600થી વધુ માછીમારો પાકિસ્તાનમાં કેદ છે. જેથી આ માછીમારોને મુક્ત કરવા મુદ્દે પણ અમો કેન્દ્ર સરકારને રજુઆત કરીશું.


પોરબંદદ એરપોર્ટ પર હાલમાં એકપણ ફ્લાઇટ કાર્યરત્ ન હોવાના પ્રશ્ન અંગે કેજરીવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,આ ફ્લાઇટો શા માટે બંધ થઈ છે કહેવાય છે કે ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર છે પરંતુ અહી તો તમામ એન્જીન જ બંધ ગયા છે તેથી અમોને વોટ આપો અમે બધા એન્જીન શરુ કરી દેશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube