વડોદરાનાં તાંદલજામાં શાહીનબાગ સ્ટાઇલે વિરધની સરકારે હવા કાઢી નાખી
વડોદરા શહેરનાં તાંદળજા વિસ્તારમાં CAA અને NRC કાયદાનો દિલ્હીનાં શાહીનબાગ સ્ટાઇલમાં રાતોરાત તંબુ અને સ્ટેજ ઉભુ કરી વિરોધ કરવમાં આવી રહ્યો છે. તાંદલજાને શાહીનબાગ બનતું અટકાવતા પહેલા પોલીસે તંબુમાં લાગેલી લાઇટોનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આજે મેદાનમાંથી તંબુ હટાવી દેવામાં આવતા મહિલાઓ રોષે ભરાઇ હતી અને ખુલ્લા મેદાનમાં બેસીને વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું હતું. CAA અને NRC મુદ્દે 15 ડિસેમ્બરથી શાહીનબાગ નામના વિસ્તારમાં પણ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
વડોદરા : વડોદરા શહેરનાં તાંદળજા વિસ્તારમાં CAA અને NRC કાયદાનો દિલ્હીનાં શાહીનબાગ સ્ટાઇલમાં રાતોરાત તંબુ અને સ્ટેજ ઉભુ કરી વિરોધ કરવમાં આવી રહ્યો છે. તાંદલજાને શાહીનબાગ બનતું અટકાવતા પહેલા પોલીસે તંબુમાં લાગેલી લાઇટોનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આજે મેદાનમાંથી તંબુ હટાવી દેવામાં આવતા મહિલાઓ રોષે ભરાઇ હતી અને ખુલ્લા મેદાનમાં બેસીને વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું હતું. CAA અને NRC મુદ્દે 15 ડિસેમ્બરથી શાહીનબાગ નામના વિસ્તારમાં પણ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
ઉડતા ગુજરાત: અમદાવાદ અને સુરતમાંથી 760 કિલો ગાંજો મળી આવતા ચકચાર
વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં આવેલા સોદાગર પાર્ક ખાતેનાં ખુલ્લા મેદાનમાં બે દિવસ પહેલા તંબુ અને સ્ટેજ ઉભુ કરીને સીએએ અને એનઆરસીનો વિરોધ કરવા માટે મોટા પ્રમાણમાં મહિલાઓ એકત્ર થઇ હતી. મહિલાઓ હાથમાં પ્લે કાર્ડ અને હક હમારી આઝાદી... હમ લેકે રહેગે આઝાદીનાં નારા લગાવવા લાગ્યા હતા. શુક્રવારે મોડી રાત સુધી શાહીનબાગની જેમ જ વિરોધ પ્રદર્શન શનિવારે પણ ચાલુ રહ્યો હતો. આખરે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તાંબુની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. જો કે મહિલાઓએ પોતાનો વિરોધ યથાવત્ત રાખ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી ટિકિટ કૌભાંડ બહાર આવતા તંત્ર દોડતું થયું
જો કે વિરોધ યથાવત્ત રહેતા આખરે વડોદરા પોલીસ દ્વારા 144 નંબરની કલમ લગાવવામાં આવી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તાંદલજા વિસ્તારમાં શાહીનબાગની જેમ જ આંદોલન ચાલુ થતા પોલીસ સતર્ક બની ચુકી છે. 4થી વધારે વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. તાંદલજા વિસ્તારમાં પોલીસે 144 નંબરની કલમ લગાવવામાં આવી હોવાનાં અર્થનાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube