Jamjir Waterfall: ગીર સોમનાથના જામવાળા ગામે શિંગોડા નદીના કાંઠે જમદગ્નિ આશ્રમ પણ આવેલો જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા છે. જામવાળા જમજીરનો ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ત્યારે આ ધોધનો ડ્રોન નજારો કેમેરામાં કેદ થયો છે. ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નદીઓ વહેતી થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થયા છે. જામવાળા ગીર જંગલમાં આવેલો શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા શિંગોડા નદી ગાંડીતુંર બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમના નીકળશે આગામી 7 દિવસ! ક્યાંક ભારે તો ક્યાંક અતિભારેની આગાહી, બે સિસ્ટમ વિનાશ...


નદીના બંન્ને કાંઠે પાણી વહેતાં શિંગોડા નદીમાં આવેલા ફેમસ જમજીર ધોધના રોદ્ર સ્વરૂપની સાથે આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. ગીરમાં ઉપરવાસમાં ભારે ધોધમાર વરસાદ પછી ગીરે લીલી ચાદર ઓઢી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે પર્વતીય વિસ્તારોમાં ફરવા જવાની મજા ખુબ જ અલગ હોય છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ખાસ કરીને જ્યા ધોધ જોવા મળતો હોય તેવી જગ્યાઓ પર પર્યટકો જવાનું વધારે પસંદ કરતા હોય છે.


પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહી! નવસારી-બારડોલી બ્રિજને નુકસાન, રેલીંગ તૂટી


ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પંચમહાલની ગોમા નદીમાં પાણીની આવક થઈ છે. જેથી નદી પર આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો થતાં અદભુત નજરો સામે આવ્યો છે. ભારે વરસાદના કારણે ગોમા નદીમાં પાણીની આવક થતાં ખેડૂતો અને સ્થાનિકો ખુશ થયા છે. ગોમા નદી ગાંડીતુર બનતા નદી પર બાંધવામાં આવેલા ચેકડેમને ભારે નુકસાન થયું છે. પાણીના પ્રવાહથી નદી પર બનાવવામાં આવેલો કોઝવે પણ તૂટ્યો છે. ગોમા નદી પર આવેલા ઘોઘમ્બાના સાજોરાથી વાવકુલ્લીને જોડતા કોઝવે પર ભંગાણ થતા બંને ગામનો સંપર્ક તૂટ્યો છે. જેથી સ્થાનિકોએ કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવાની માગ કરી છે.


અહો આશ્ચર્યમ! ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના આ 4 જિલ્લામાં પડ્યો, સરેરાશ 28 ટકાથી..