નિત્યાનંદ: એરપોર્ટનાં CCTV માંગવા, તપાસ CBIને સોંપવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી
નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા મામલે યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી હેબીયર્સ કોપર્સની અરજી મામલે આજે જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં વધુ એક અરજી કરી છે.
આશ્કા જાની/અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા મામલે યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી હેબીયર્સ કોપર્સની અરજી મામલે આજે જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં વધુ એક અરજી કરી છે. જેમાં તેમને કેન્દ્રીય વિદેશ વિભાગને નિર્દેશ આપવાની માંગણી કરવામાં આવી છે. આશ્રમમાંથી ગુમ થયેલી 2 યુવતીઓ મામલે પિતા જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં વધુ એક અરજી કરી છે. જેમાં રજૂઆત કરી છે કે, હાઇકોર્ટ કેન્દ્રીય વિદેશ વિભાગને નિર્દેશ આપે કે કીંગસ્ટન હાઈકમીશન સમક્ષ એફિડેવિટ કરવા માટે હાજર થયેલી લાપતા યુવતિઓ સાથે કોણ કોણ હતું? તેની માહિતી માંગે તેમજ તે જયારે આવી હતી તે અંગેના cctv ફૂટેજ પણ માંગવામાં આવે. જેથી ખબર પડે કે યુવતીઓ પોતાની મરજીથી આવી હતી કે તેમને દબાણ પૂર્વક લાવામાં આવી હતી. આવતી તમામ રજૂઆત સાથે જનાર્દન શર્મા એ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.
અમદાવાદને કોબે શહેરની જેમ અમદાવાદને વિકસાવવામાં આવશે, જાપાન સાથે MoU
જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં કરેલી અરજી પર 4 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. જયારે બીજી તરફ આ કેસમાં SIT એ થોડા દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી ચર્જશીટથી નારાજ જનાર્દન શર્મા અગામી દિવસમાં કેસની તપાસ cbi ને સોપવામાં આવે તેવી માંગણી સાથે કોર્ટમાં અરજી કરી શકે છે. SIT એ ચાર્જશીટમાં નિત્યાનદ સ્વામીને ભાગેડુ બતાવ્યા છે. જયારે તે દરરોજ પોતાનું સત્સંગ લાઇવ દેખાડે છે, તો પણ આપણી પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ રહી છે. માટે તે cbi તપાસની માગ કરશે. આ કેસમાં અગાઉ બંને યુવતીઓએ કીંગસ્ટન હાઈ કમીશન સમક્ષ જઈને સોગંદનામું રજુ કર્યું હતું. જે કોર્ટે માન્ય રાખ્યું કર્યું હતું સોગંધનામુનો વિરોધ કરતું સોગદનામું રજુ કરવા જનાર્દન શર્મા ને સમય આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube