અમદાવાદ : દિવાળીનાં તહેવારને આડે હવે માત્ર ગણત્રીના દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અભિનંદન અને રાફેલ બોમ્બ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કશ્મિરમાંથી કલમ 370 હટાવીને ઇતિહાસ રચનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફટાકડામાં છવાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાફેલ અને વિંગ કમાન્ડર અભિનંદનનાં બોમ્બ ફટાકડા બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વેપારીઓનું કહેવું છે કે, રાજકારણની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ફટાકડાની માંગ વધી છે. તો લોકો પણ મોદી બોમ્બ ફોડવા માટે બાળકો સાથે ખરીદી કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મને જે સીટની જવાબદારી સોંપાઇ હતી તેમાં ઉમેદવારનો ભવ્ય વિજય થયો: નીતિન પટેલ


મંત્રી બનવાના કેફમાં રાચતા અલ્પેશને પ્રજાએ અરીસો બતાવી દીધો : પરેશ ધાનાણી


અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરાયણમાં પણ પતંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાફેલ જેવા મુદ્દાઓ પર બનેલી પતંગોછવાયેલી હતી. પતંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કેટલાક સ્લોગન અને તેમના અભિયાન અંગેની પતંગો પણ બજારમાં વેચાતી જોવા મળી હતી. સ્વચ્છ ભારત, સમગમ્ય ભારત, વગેરે જેવા અભિયાનોના સ્લોગન સાથેની પતંગો વેચાઇ હતી. હવે ફટાકડામાં પણ નરેન્દ્ર મોદી અને તેમના સ્લોગન સહિતનાં ફટાકડા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાફેલના ફટાકડા પણ બજારમાં જોવા મળી રહ્યા છે.


આ ઉપરાંત ફુસફુસિયા રોકેટ પર રાહુલ ગાંધીના નામનો ઉપયોગ થઇ રહ્યો છે. યોગી ફટાકટા, જીએસટી નામનો કાળો સાપ અને અખિલેશનાં ફટાકડા પણ મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફટાકડામાં રાજકારણીઓનો ટ્રેન્ડ અનુસાર વિવિધ ફટાકડાઓ બનતા રહેતા હોય છે.