અલ્કેશ રાવ/પાલનપુર: આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો રદ કરવા તેમજ આપેલ લાભો પરત લેવા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા આદિવાસી સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, અન્ય લોકોને સરકારે ખોટા પુરાવાના આધારે પ્રમાણપત્રો આપ્યા હોવાના આક્ષેપ સાથે પ્રમાણપત્રો રદ કરવા અને આપનાર લેનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની કરી માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં લૂંટારૂઓ બેફામ, પોલીસ CCTV કબ્જે કરીને 1 મહીનાથી ફીફાખાંડે છે


જોકે આદિવાસી સંગઠને ચીમકી ઉચારી હતી કે એક સપ્તાહમાં માંગણીઓ પૂરી નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો રદ કરવા તેમજ આપેલ લાભો પરત લેવા રજૂઆત.કરી હતી. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ આદિવાસી સમાજના આગેવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ અનામત મુદ્દે સમગ્ર ગુજરાત આંદોલિત થયું છે. કોઇ અનામત આંદોલન કરી રહ્યું છે તો કોઇ અનામત ન મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube