ગાંધીનગર : કોરોનાને પગલે ધોરણ 10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10 માં રિપિટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા. જેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માંગણી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખે આ અંગે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે આભાર વ્યક્ત કર્યો છે. પરંતુ બાકીના 3.70 લાખ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનથી વંચિત રહી ગયા છે. તેમના માટે માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે. ભાસ્કર પટેલે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકારે એક સમાન નીતિ રાખવી જોઇએ અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઇએ.


અત્રે નોંધનીય છે કે, 3.70 લાખ વિદ્યાર્થીઓએ રિપિટર તરીકે ફોર્મ ભર્યા છે, જેમના માટે હજુ કોઇ નિર્ણય નહી લેવાતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં નારાજગી છે. રિપિટર તરીકે પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓ હવે 18 વર્ષની આસપાસની ઉંમરના હશે તેમને પાસ કરવામાં આવે તો આગળ ભણી શકે અથવા ક્યાંક રોજગારી પણ મેળવી શકે છે. પાસ કરીને વિદ્યાર્થીઓને કેન્દ્ર કે રાજ્યની ઓપન સ્કુલમાં પ્રવેશ આપી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube