અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજપુત રાજાઓ અને રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ અને સ્ટેચ્યું બને તેવી માંગ રાજપુત કરણી સેના દ્વારા કરવામાં આવી છે. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદ યોજીને માંગણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 6-6 ફૂટના રાજા રજવાડાના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવે છે. કારણ કે તેઓએ પણ દેશ માટે બધુ જ સમર્પિત કરી દીધું હતું. સ્ટેચ્યુની નજીક 6-6 ફૂટના રાજાઓનાં સ્ટેચ્યનું મ્યુઝીયમ બનાવવામાં આવવું જોઇએ. તેઓએ દેશ માટે ન માત્ર પોતાનું સર્વસ્વ પરંતુ પોતાના રજવાડા અને સંપત્તી પણ અર્પણ કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા : બોર્ડની પરીક્ષામાં કાકીની જગ્યાએ ભત્રીજીને પરીક્ષા આપવા બેઠી પણ અચાનક...

જો આગામી 6 મહિનામાં મ્યુઝીયમ અને સ્ટેચ્યુ નહી બને તો અમદાવાદ ખાતે વિશાળ રાજપુત સમ્મેલન કરવામાં આવશે. ગુજરાતનાં રાજપુત રાજાઓ અને સંસ્થાઓનો સંપર્ક કરીને રાજપુતોની એકતાનું પ્રદર્શન કરવામાં આવશે. રાજપુત કરણી સેના દ્વારા માંગ કરવામાં આવી કે રજવાડાઓ દ્વારા 562 રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવા માટે ઝુંબેશ ઉપાડી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ માંગ કરી કે, રાજપૂતોના શોર્ય દર્શાવવામાં આવે અને મ્યુઝીયમ બનાવવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube