ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા સરકાર સમક્ષ માંગ કરી. જીસીસીઆઇના પ્રમુખે રાજ્યના ગૃહમંત્રીને આ અંગેનો પત્ર લખી રજુઆત કરી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે દિવાળીના સમય ગાળામાં દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવેતો લોકોને ખરીદીનો સમય અને દુકાનદારનો સારો વ્યવસાય થઇ શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોંગ્રેસ ટાઇટેનિક જહાજ બની ગયું છે, MLAના રાજીનામા પર પાર્ટીએ મંથન કરવુ જોઇએઃ સીઆર પાટીલ


આ સમય દરમ્યાન થતા નફાથી તેમનું આવનારા ભવિષ્યમાં અસ્તિત્વ ટકી શકશે. ZEE 24 કલાક સાથે કરેલી વાતમાં જીસીસીઆઇના પ્રમુખ નટુ ભાઇ પટેલે કહ્યુ કે, કોરોનાના પગલે વ્યાપારમાં જે સેલ 20થી 30 ટકા ઘટી ગયો છે તે હવે ધીમે ધીમે પાટે આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી બજારમાં તેજી વર્તાઇ રહી છે. ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં ડિમાન્ડ વધવા લાગી છે.


આ પણ વાંચો:- ડેડીયાપાડામાં વિકાસના કામોના ખાત મુહૂર્તમાં દારૂથી થયો અભિષેક, સાંસદ થયા નારાજ


કંપનીઓ બોનસ આપવાની છે. ત્યારે લોઅર અને અપર મીડલ ક્લાસના લોકોના હાથમાં રૂપિયા આવશે. તેનો ખરીદીમાં ઉપયોગ કરવા માટે આ યોગ્ય સમય છે. જો રાત્રે 10 વાગ્યના બદલે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવેતો ઓફીસથી ઘરે આવ્યા બાદ લોકો ખરીદી કરવા જઇ શકે. છેલ્લા આઠ મહિનાથી ખરીદી ન કરી શકનારો વર્ગ છુટ થી ખરીદી કરી શકશે જેનાથી સરકારની જીએસટીની આવકમાં પણ વધારો થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube