જયેશ દોશી/ કેવડિયા: કેવડિયા ટેન્ટ સિટી (Kevadia Tent City) ખાતે આજથી શરૂ થયેલ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ (Joint Commander Conference) જે 3 દિવસ ચાલનારી છે. આ કોંફરન્સમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ (Defense Minister Rajnath Singh) એ પણ હાજરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોન્ફરન્સ હોલની બાજુમાં ડિફેન્સનું એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ડિફેન્સને (Defense) જરૂરી સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમકે વીવીઆઈપીની સુરક્ષા કરતી વખતે નો ડ્રોન કાયદો (No Drone Law) લાગુ હોય છતાં કોઈ ડ્રોન ઉડાવી વીવીઆઈપીને નુકસાન કરવા માંગે તો ડ્રોનના ઝામર બનાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- ઘરનો મોભી નરેન્દ્ર સોનીએ જ બધાને ઝેર ભરેલું પીણું આપ્યું હતું, પછી પૌત્રને લઈને પલંગ પર સૂઈ ગયા હતા 


આ સાથે જ ટેન્ક (Tanks) જેવા મોટા અને ખૂબ ઉપયોગી સાધનો પણ ભારતમાં બની રહ્યા છે તેને કારણે મેક ઇન ઇન્ડિયાને (Make in India) પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે આ પ્રદર્શનમાં મુકવામાં આવેલા સાધનો પણ ભારત માં જ બન્યા છે. કોન્ફરન્સમાં આવેલ તમામ અધિકારીઓ અને જવાનો આ પ્રદર્શનનો લાભ લે તે માટે પ્રદર્શન રાખવામાં આવ્યું છે.


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube