ભાવનગરઃ ગુજરાતમાં હાલ ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જેમાં ગઢડા-ઉમરાળાનાં ધારાસભ્ય પ્રવિણ મારૂનો પણ સમાવેશ થાય છે. તેમના રાજીનામાં બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પ્રવિણ મારૂએ આ નિર્ણય માટે વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ભાવનગર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પ્રવિણ મારૂના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા કોંગ્રેસે કર્યો વિરોધ
હાલમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર પ્રવિણ મારૂના ભાવનગર ખાતે આવેલા નિવાસ્થાને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ મારૂના ઘરની બહાર બંગડીઓ આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ ધારાસભ્ય 25 કરોડમાં વેંચાઈ ગયા છે તેવો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. જ્યારે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ત્યારે પ્રવિણ મારૂ ઘરે હાજર નહતા. પ્રદર્શન કરનારા મહિલા કોંગ્રેસના કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યારે પ્રવિણભાઈ સામે આવશે ત્યારે તેમને ચોક્કસ શબ્દોમાં જવાબ આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...