અમદાવાદ: રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેન નંબર 04876 ભીલડી-જોધપુર ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી ભીલડીથી દરરોજ 14.35 વાગ્યે દોડશે અને તે જ દિવસે 21.55 વાગ્યે જોધપુર પહોંચશે. 


આવી જ રીતે, ટ્રેન નંબર 04875 જોધપુર - ભીલડી ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી દરરોજ જોધપુરથી સવારે 06.30 વાગ્યે દોડશે અને તે જ દિવસે બપોરે 13.45 વાગ્યે ભીલડી પહોંચશે.

સિવિલ હોસ્પિટલનું બીજું સ્વરૂપ: 'સ્ટાફે મારી માતાને પોતાની માતાની જેમ સાચવી'


આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં જેનાલ, રામસન, ધનેરા, જરી, ડુગડોલ, મારવાડ રતનપુર, રાનીવાડા, મારવાડ, મારવાડ કોરી, મારવાડ ભીનમાલ, લેદરમેર, ભીમપુરા, મોદરન, બકરારોડ, મારવાડ બાગરા, જગન્નાથજી રોડ, જાલોર, બિશેનગઢ, બલવારા, મોકલસર, રાખી, બામસીન, સમદડી, અજિત, મિયો કા બાડા, દુંધાડા, દુદીયા, સુતલાના, લુણી, હનવંત, સલવાસ, બાસની, અને ભગત કી કોઠી સ્ટેશનો પર રોકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube