મુસ્તાક દલ/જામનગર :જામનગર (Jamnagar) માં ડેન્ગ્યુ (Dengue) ના ડંખે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચાલુ સિઝનમાં અગિયાર જેટલા લોકોના ડેન્ગ્યુથી મોત થયા છે અને દરરોજ 50થી વધુ પોઝીટિવ કેસ નોંધાઇ રહ્યા છે. એવા સમયે ભલે રહી રહીને પણ રાજ્ય સરકાર સફાળી જાગી છે. ગઈકાલે રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની ડેન્ગ્યૂના દર્દીઓથી ઉભરાતી સરકારી જી.જી.હોસ્પિટલ (GG Hospital) ની મુલાકાત લઈ 50 લાખની સહાયની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેન્સલ થવાનું ખરુ કારણ આપ્યું


જામનગર શહેર અને જિલ્લો હાલ ડેન્ગ્યુ રોગચાળાનું ઘર બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. આરોગ્ય વિભાગની સતત કામગીરી છતાં પણ આ વર્ષે થયેલ પુષ્કળ વરસાદના કારણે જામનગરમાં ડેન્ગ્યુ રોગના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની પરિસ્થિતિ પૂર્વવત કરવા, ડેન્ગ્યુના રોગચાળાને નાથવા માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અગાઉ જી.જી.હોસ્પિટલના ડોકટર્સ તેમજ અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી. જે અંતર્ગત વધુ સ્ટાફની જરૂરિયાત અને અન્ય નાણાંકીય બાબતોની માંગ પણ હતી. ત્યારે રાજ્યના મંત્રીએ તબીબો અને ભાજપના પદાધિકારીઓ સાથે 700 બેડવાળી નવી જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર


જોકે હાલ તો રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોને સહાયની ફાળવણી અને અન્ય એક્શન પ્લાન બનાવીને ડેન્ગ્યુને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સતત ડેન્ગ્યુના કારણે ટપોટપ થતાં મોત અને ડેન્ગ્યુ પોઝીટિવથી દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે થઈ રહ્યો છે. જેને રોકવામાં તંત્ર કેટલું સફળ થશે તે પણ જોવું રહ્યું.