અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: કોરોનાના કેરની વચ્ચે રાજ્યમાં ડેન્ગ્યુની ઝપેટમાં સૌથી વધુ લોકો આવ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાની સાથે ઘાતક ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિત ચિંતાજનક કેન્સરના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં, અમદાવાદમાં ટાઇફોઇડ અને કમળાના રોગમાં વધારો થયો છે. એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગયા વર્ષ કરતા ડેન્ગ્યુના કેસમાં  6 ગણો વધારો થયો છે. આ વર્ષે 10 હજારથી વધુ લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યમાં પ્રતિદિવસ ડેંગ્યુના 30થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં સૌથી વધુ કેસની યાદીમાં રાજ્યોમાં ગુજરાત આઠમા ક્રમે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ વર્ષે પણ કોરોનાએ કેર વર્તાવ્યો છે તો ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે 2021માં રાજ્યમાં ડેન્ગ્યુના 10 હજાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે 10 હજાર 230 લોકો ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા છે. છેલ્લા 5 મહિનામાં જ 9 હજાર 990 કેસ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીમાં 6 ગણો વધારો નોંધાયો છે. 


આ વર્ષે જ રાજ્યમાંથી 10230 લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ દિવસે ડેન્ગ્યુના સરેરાશ 30થી વધુ કેસ નોંધાય છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં 06 ગણોથી વધુનો વધારો નોંધાયો છે. ગત સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કુલ 1564 કેસ નોંધાયા હતા.


હવામાન વિભાગની મોટી આગાહી: જાણો ગુજરાતમાં ફરી ક્યારથી કાતિલ શિયાળાનું પ્રભુત્વ વધશે?


સમગ્ર દેશમાં આ વર્ષે પાંચ ડિસેમ્બર સુધી ડેન્ગ્યુના 1,77,695 કેસ નોંધાઇ ચૂક્યા છે. ડેન્ગ્યુના સૌથી વધુ કેસમાં ઉત્તર પ્રદેશ 28945 સાથે મોખરે, પંજાબ 23024 સાથે બીજા, રાજસ્થાન 19633 સાથે ત્રીજા, મધ્ય પ્રદેશ 14756 સાથે ચોથા, દિલ્હી 12182 સાથે પાંચમાં, મહારાષ્ટ્ર 11532 સાથે છઠ્ઠા, હરિયાણા 11943 સાથે સાતમાં જ્યારે ગુજરાત આઠમાં સ્થાને છે. ગુજરાતમાં આ વર્ષે જૂન બાદ જ ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક જ વધારો નોંધાયો છે.


30 જૂન સુધી રાજ્યમાં ડેન્ગ્યુના કેસની સંખ્યા માત્ર 240 હતી. આમ, છેલ્લા પાંચ મહિનામાં જ 9990 લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં ચોમાસા સાથે ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે. રાજ્યમાં ગત વર્ષે કોરોનાએ પગપેસારો કર્યો ત્યારે ડેન્ગ્યુના કેસની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષમાં સૌથી ઓછી હતી. 


આ અંગે ડોક્ટરોના મતે કોરોનાએ પગપેસારો કર્યા બાદ હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા હતા. મોટાભાગના લોકો હવે સેનિટાઇઝેશન માટે પૂરતી તકેદારી રાખી રહ્યા હતા. એડેસ એગેપ્ટિ નામની મચ્છરની પ્રજાતિઓ દિવસના સમયે જ ડંખે છે. 2020માં મોટાભાગના સમય દરમિયાન ઓફિસ, વ્યવસાય બંધ હતા એટલે મચ્છરજન્ય રોગના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube