અમદાવાદમાં કેમ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે દવાખાના? બાપરે.. શું આ કોરોનાની ત્રીજી લહેર છે? બધુ છોડીને આ જલ્દી જાણી લો
કોરોનાકાળમાં અમદાવાદીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. છેલ્લાં એક સપ્તાહમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે.
અતુલ તિવારી, અમદાવાદઃ કોરોનાકાળમાં અમદાવાદીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. છેલ્લાં એક સપ્તાહમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. વરસાદની સિઝનમાં અમદાવાદમાં રોગચાળો વકર્યો છે.
આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સતત આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તંત્ર જણાવ્યા મુજબ છેલ્લાં એક સપ્તાહમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. દિન પ્રતિદિન ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને હિપેટાઇટિસના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના 5 દિવસમાં 40 ટકા જેટલા કેસોમાં વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનાના માત્ર 5 દિવસમાં 52 કેસ ડેન્ગ્યુના, 15 કેસ ચિકનગુનિયાના, 37 કેસ હિપેટાઇટિસના નોંધાયા છે.
ઉલ્લેખનીય છેકે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં 132 કેસ ડેન્ગ્યુના, 37 કેસ ચિકનગુનિયાના, 20 કેસ મલેરિયાના અને 172 કેસ હિપેટાઇટિસના નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કારણે 2 દર્દીઓના મોત નિપજ્યા હતા. સિવિલ હોસ્પિટલની OPD માં માત્ર 5 દિવસમાં 12 હજાર જેટલા દર્દીઓએ લીધી મુલાકાત, ઓગસ્ટમાં 70 હજાર દર્દીઓએ OPD ની મુલાકાત લીધી હતી. પીડિયાટ્રિક OPD માં માત્ર 5 દિવસમાં 470 બાળકો સારવાર માટે આવ્યા, ઓગસ્ટમાં 3,644 બાળકોએ OPD મારફતે સારવાર લીધી હતી. AMC દ્વારા જાહેર કરાતા આંકડાઓ અને રોગચાળાની વાસ્તવિકતામાં જમીન આસમાનનો ફેર છે.