અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરમાં ડેન્ગ્યુ (Dengue)નો કહેર યથાવત છે. ગુજરાત (Gujarat)માં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે જેટ સ્પીડે વધી રહી છે. તેને કાબૂ કરવું પણ હાલ તંત્ર માટે એક ચેલેન્જ સમાન બની રહ્યું છે. જેમાં હવે લોકોની સાથે તબીબો પણ ડેન્ગ્યુના ભરડામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો (Doctors) પોતે જ ડેન્ગ્યુના શિકાર બન્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા અમદાવાદની જુદી જુદી મેડિકલ કોલેજો (Medical College) ના આશરે 100 જેટલા રેસિડેન્ટ ડોકટરો બીમાર થયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશેષ : મોરબી હોનારત બાદ આ મંદિરની કૂઈમાંથી સમગ્ર મોરબીવાસીઓએ પાણી પીધું હતું


અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 100 જેટલા ડોકટરો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે. સૌથી વધુ બી.જે. મેડિકલ કોલેજ 60 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે. તો UGના 65 જેટલા તેમજ PGના 35 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ પોતે જ ડેન્ગ્યુની સારવાર લેવી પડી રહી છે. અલગ અલગ મેડિકલ કોલેજના પીજીના રેસિડેન્ટ ડોકટરો છેલ્લા એક મહિનામાં ડેંગ્યુમાં સપડાયા તેના આંકડા પર નજર કરીએ...


  • એલજી હોસ્પિટલ - 6

  • GCS મેડિકલ કોલેજ - 2

  • શારદાબેન જનરલ હોસ્પિટલ -1

  • સિવિલ હોસ્પટિલ - 20

  • SVP હોસ્પિટલ - 8


દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો તથા રેસિડન્ટ ડોક્ટર્સને ડેન્ગ્યુનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ, રેસિડેન્ટ ડોક્ટરો માટે બનાવાયેલી હોસ્ટેલમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સમયાંતરે ફોગિંગ ન થવાથી રેસિડેન્ટ ડોકટરો મચ્છરોના શિકાર થઈ રહ્યાં છે. 


‘3 Idiots’ના રેન્ચોને પાછળ પાડે તેવું છે નવસારીના યુવકનું ટેલેન્ટ, બનાવી સસ્તી E-bike


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રોજેરોજ ડેન્ગ્યુના આંકડામાં ઘટાડો થવાની સામે વધી રહ્યા છે. ડેન્ગ્યુને નાથવા માટે તંત્ર પણ નિષ્ફળ રહ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ડેન્ગ્યુ પોઝિટીવ કેસના આંકડામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સૌથી મોટો આંકડો જામનગરમાં છે, જ્યાં ડેન્ગ્યુના દર્દીઓની સાથે દર્દીઓના મોતનો આંકડો પણ મોટો છે. રાજકોટમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે, હોસ્પિટલની લોબીમાં સારવાર આપવી પડી રહી છે. તો બીજી તરફ, વડોદરામાં 15 દિવસમાં ડેન્ગ્યુના 200 કેસ પોઝિટીવ નોંધાયા છે. પંચમહાલમાં ડેન્ગ્યુના કેસોમાં છેલ્લા 10 માસમાં 45 ડેન્ગ્યૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યભરની મોટાભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા છે. આરોગ્ય વિભાગની ટીમ ફોગીંગ અને દવાનો છંટકાવ કામગીરી યથાવત છે, છતાં આ રોગચાળો કાબૂમાં આવતો નથી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :