Vadodara News : વડોદરામાં દહેજ માટે પરિણીતાના ત્રાસ આપતો અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ડેન્ટિસ્ટ પતિએ તેની પત્નીને પિયરમાંથી 10 લાખ રૂપિયા લઈ આવવા કહ્યુ હતું. એટલુ જ નહિ, ત્યાર બાદ તેણે પત્ની સાથે મારઝૂડ કરીને તેના માથાનું સિંદૂર પણ તેમણે ભૂંસી નાંખી કહેલ કે,તું હવે મારી પત્ની નથી.તારે મારા ઘરે રહેવું હોય તો પિયરમાંથી દશ લાખ લઇ આવવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં રહેતી એક યુવતીને ડેન્ટિસ્ટ યુવક સાથે પ્રેમ થયો હતો. લો કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ડેન્ટિસ્ટ યુવક સાથે લગ્ન થયા હતા. પ્રેમ લગ્ન કરનાર યુવતીને યુવકે લગ્ન બાદ દવાખાનું ખોલવા માટે પિયરમાંથી દશ લાખ લઇ આવવાનું કહીને મારઝૂડ કરવાનુ શરૂ કર્યુ હતું. જેથી યુવતી કંટાળીને પિયરમાં આવી ગઈ હતી.


બે નંબરમાં અમેરિકા ગયા બાદ પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ, આ કિસ્સો છે અજીબોગરીબ


યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવતા કહ્યું કે, મારા લગ્ન આનંદ વ્રજલાલ નાગર સાથે થયા હતા.મારા પતિ દાંતના ડોક્ટર છે.લગ્ન પછી હું મારા પતિ સાથે આજવારોડ પંચમવિલા ડૂપ્લેક્સમાં રહેવા માટે ગઇ હતી. શરૂઆતમાં મારા પતિ સારૃં વર્તન કરતા હતા. મારા સાસુ, સસરા અવાર - નવાર મારા સમાજ વિશે ટિપ્પણી કરતા. એટલુ જ નહિ, વારંવાર નાની નાની વાતોમાં મારી ભૂલ કાઢી મારા પતિની કાન ભંભેરણી કરતા હતા. આ કારણે મારા પતિનું વર્તન મારી સાથે બદલાઇ ગયું હતું.મારા સાસુ-સસરા મારા માતા પિતા પાસે રૂપિયાની માંગણી કરી કહેતા હતા કે,મા રા દીકરાને નવું દવાખાનું ખોલવાનું છે, ૧૦ લાખ લઇ આવ.મેં પ્રેમ લગ્ન કર્યા હોવાથી મારા સાસુ, સસરાએ ક્યારેય મારો સ્વીકાર કર્યો નહતો.મારા પતિ ઘરની બહાર કોઇ કામ માટે જાય તો મારા સાસુ,સસરા મને મારઝૂડ કરતા હતા.


યુવતીએ એમ પણ કહ્યું કે, મારા  પતિએ મારી સાથે ઝઘડો કરી મારા કપડાની બેગ લઇ મારા  પિતાના ઘરની બહાર મને ઉતારી દીધી હતી. મારા માથાનું સિંદૂર પણ તેમણે ભૂંસી નાંખી કહ્યુ હતું કે, તું હવે મારી પત્ની નથી.તારે મારા ઘરે રહેવું હોય તો પિયરમાંથી દશ લાખ લઇ આવવા પડશે.


અંબાજીએ દર્શન કરવા જાઓ તો આ રોડથી જતા નહિ, નહિ તો મર્યા સમજો