અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન થનાર છે, ત્યારે દરેક સ્કૂલમાં રજા આપવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં આવેલી નિરમા સ્કૂલની મનમાની સામે આવી છે. આવતીકાલે બીજા તબક્કાના મતદાનના દિવસે સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ ઝી 24 કલાક દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. હાલ ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે. DEO એ સ્કૂલ સંચાલકને આવતીકાલે શાળામાં રજા જાહેર કરવા આદેશ આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં આવેલી નિરમા સ્કૂલની મનમાની સામે ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. DEO એ સ્કૂલ સંચાલકને આવતીકાલે શાળામાં રજા જાહેર કરવા આદેશ આપ્યા છે. અમદાવાદમાં આવેલી નિરમા સ્કૂલ દ્વારા મેસેજ કરી આવતીકાલે શાળા ચાલુ રાખવાની જાણ કરાઈ હતી. આવતીકાલે બીજા તબક્કાના મતદાનનાં દિવસે સ્કૂલ ચાલુ રાખવાનો સંચાલકોએ નિર્ણય કર્યો હતો. સ્કૂલ દ્વારા વિધાનસભા ચૂંટણીનાં દિવસે રજા જાહેર ન કરાતા વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા, આખરે ઝી 24 કલાકના અહેવાલ બાદ DEO એ શાળા સંચાલકને વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આદેશ મુજબ આવતીકાલે શાળા બંધ રાખવા આદેશ કર્યો.


શું હતી સમગ્ર ઘટના?
આજે સવારે (રવિવાર) અમદાવાદમાં આવેલી નિરમા સ્કૂલની મનમાની સામે આવી હતી. આવતીકાલે (સોમવાર) બીજા તબક્કાના મતદાનનાં દિવસે સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. સ્કૂલ દ્વારા વિધાનસભા ચૂંટણીનાં દિવસે રજા જાહેર ન કરાતા વિવાદ વકર્યો હતો. એટલું જ નહીં, નિરમા સ્કૂલના સત્તાધીશોએ સર્ક્યુલર મોકલી સ્કૂલ રાબેતા મુજબ ચાલુ હોવાના મેસેજ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઇને વહીવટી વિભાગ દ્વારા જાહેર રજા જાહેર કરાઈ છે .


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube