અતુલ તિવારી/ અમદાવાદ: શિક્ષણ વિભાગે 25 ટકા ફી માફીનો પરિપત્ર જાહેર કર્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ માત્ર ટ્યુશન ફી લઈ શકશે. શાળાઓ કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહીં. ટ્યુશન ફીના 75 ટકા રકમ શાળા વાલીઓ પાસેથી લઈ શકશે. પ્રથમ સત્રની રાહત સાથે થતી ફીના 50 ટકા રકમ ભરવાની રહેશે. 50 ટકા ફીની રકમ 31 ઓક્ટોબર સુધી વાલીઓએ ભરવાની રહેશે. ફીની આ રકમ વાલીઓ માસિક ધોરણે પણ ભરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યની ખાનગી લેબોરેટરીમાં કરાવી શકાશે હવે બે પ્રકારના રેપીડ એન્ટીબોડી ટેસ્ટ


ફી ભરવામાં વિલંબ થાય તો કોઈ દંડ વસૂલી નહીં શકાય. વર્ષ 2019-20ની બાકી ફી વાલીએ 31 ઓક્ટોબર સુધી ભરવી પડશે. વાલીએ ફી ભરી હશે તેની રકમ શાળાએ સરભર કરી આપવાની રહેશે. 100 ટકા ટ્યુશન ફી એડવાન્સ ભરી હોય તો સરભર કરી આપવાની રહેશે. વૈકલ્પિક પ્રવૃત્તિ સહિત કોઈ પણ ઈત્તર ફી શાળાઓ લઈ શકશે નહીં. કોઈ વાલી ફી ભરવા અસક્ષમ હોય તો તે શાળા રજૂઆત કરી શકશે. શાળા સંચાલકે કેસ ટુ કેસ નિવારણ લાવવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube