વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં 20 NDRFની ટીમ તહેનાત
સૌરાષ્ટ્રમાં ઊના-ગીરસોમનાથમાં પડેલા વરસાદને ધ્યાનમાં રાખીને સૌથી વધુ 8 એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે.
ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે મોટા પ્રમાણમાં ડેમો છલકાઇ ગયા છે. ત્યારે આ સમગ્ર વિસ્તારોમાં તંત્ર દ્વારા શુ કામગીરી કરવામાં આવી છે.. તે અંગે રાહત કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે. રાહત કમિશનરે જણાવ્યું છે કે, વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઇ છે. તેને ધ્યાનમાં રાખીને NDRFની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં NDRFની 8 ટીમ તહેનાત કરાઈ છે. વડોદરા ખાતે 3 ટીમ, ગાંધીનગરમાં 1 ટીમ તહેનાત કરવામાં આવી છે. કુલ 3500 લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યૂ કરાયું છે. 203 ડેમ પૈકી 5 ડેમ 100%થી વધુ ભરાઇ ગયા છે. 180 ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે.. જે પાણી ઓસરતા ફરી શરૂ કરવામાં આવશે. 184 ગામના રસ્તાઓ બંધ થઇ ગયા છે. નુકસાનની સ્થિતિનો તાગ પૂરતો હાલ મળ્યો ન હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે આ વરસાદના કારણે 24 કલાકમાં 1 વ્યક્તિનું મોત અને અત્યાર સુધીમાં કુલ 9 વ્યક્તિનાં મોત થયા છે.