આશ્કા જાની/ અમદાવાદ : ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ બજારમાં કાગડા ઉડી રહ્યા છે. પતંગ ના હોલસેલ કે છુટક વેપારીઓ મંદીના બોજા હેઠળ દબાઈ ગયા છે. વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી જે મંદીના વાદળો છવાયેલા છે તે  ક્યારે હટશે. આજે પતંગ બજાર સાવ ખાલી જોવા મળે છે. વેપારીઓ નવરા ગ્રાહકોની કાગ ડોળે રાહ જોતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 100 વર્ષથી પણ વધારે અને બાપ દાદાના સમયથી પતંગ બનવાના વ્યવસાય સાથે જોડાયેલા હોય તેવા વેપારીઓ પણ કહી રહ્યા છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 80 ટકા ધંધામાં મંદી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP CAA હિંસામાં જીવ ગુમાવનાર દરેકને 5-5 લાખની સહાય આપશે સપા


આ વર્ષે રોકાણ કરેલી મુડી પણ નીકળશે કે કેમ એ એક સવાલ છે. આ મંદીનું કારણ વેપારીઓ નોટ બંધી અને જીએસટી છે કેમ કે લોકોના ખિસ્સા ખાલી છે, તો તે કેમના પતંગ ખરીદે. દર વર્ષે જેમ કંપનીઓ 1 લાખ પતંગ બનાવાનો ઓડર આપતા હતા. આ વર્ષે તે માત્ર 10 હજાર પતંગ બનવવાનો જ ઓડર આપે છે. ઉતરાયણ પછી કેમ ઘર ચલાવીશું તે પણ એક મોટો સવાલ છે. પતંગના હોલસેલ વેપારી હોય કે છુટક વેપારી હોય બધાની હાલત ખરાબ પતંગ દોરી ખરીદવા માટે ગ્રાહક નથી આવી રહ્યા. બીજી તરફ ગ્રાહકોને આકર્ષવા માટે પતંગ અને દોરીમાં વેરાયટી તો રાખવી જ પડે. 


અમિત શાહે સાધ્યુ નિશાન, 'કેજરીવાલજી દિલ્હી માટે તમે શું કર્યું તે તો જણાવો'


ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 1 કોડી પતંગના ભાવમાં રૂપિયા 10 ધટાડો થયો છે જે પતંગનો ભાવ ગયા વર્ષે 1 કોડી નો ભાવ 80 રૂપિયા હતો તે આ વર્ષે ઘટી ને 70 રૂપિયા થઈ ગયો છે. જયારે દોરીની ફીરકીના ભાવમાં પણ 30 થી ૪૦ રૂપિયાનો ઘટાડો થયો છે. વેપારીઓનું કેહવું છે ધંધામાં નફાની વાત તો જવા જ દો પરતું કારીગરોના પગાર કાઢવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ગ્રાહક વગરના ખાલી પતંગ બજારમાં ના વેપારીઓને આશા છે કે ઉતરાયણના તેહવાર ના બે દિવસ અગાઉ પતંગ દોરીની ખરીદીમાં તેજી આવે અને તેમની મુળી સાથે કારીગરો નો પગાર નીકળે તો બસ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube