અમદાવાદ: રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નિપજ્યાં છે, ત્યારે ગુજરાતમાં પણ રાજસ્થાનવાળી જોવા મળી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે. તો બીજી તરફ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 85 નવજાતના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તાર રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1235 બાળકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ 253 બાળકો મોતને ભેટ્યા છે.


ગુજરાતના પ્રમુખ શહેરની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે બાળકોના મોત મામલે યોગ્ય તપાસ કરાશે. સમગ્ર રીપોર્ટ સરકાર દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલથી મંગાવામાં આવ્યો છે. દર ૧ હજાર બાળકે ૩૦ બાળકોના મોત થાય છે અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં મેડિકલ સારવાર સારી મળે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube