Corona: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં થયા દાખલ
રાજ્યમાં કોરોના મહામારીએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રાજ્યમાં કોરોના કેસના (Gujarat Corona Cases) સતત દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. જો કે, કોરોનાની ચપેટમાં હવે રાજકીય નેતાઓ (Political Leader) પણ આવી રહ્યા છે
હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રાજ્યમાં કોરોના કેસના (Gujarat Corona Cases) સતત દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. જો કે, કોરોનાની ચપેટમાં હવે રાજકીય નેતાઓ (Political Leader) પણ આવી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (DyCM) તેમજ આરોગ્ય મંત્રી (Health Minister) નીતિન પટેલ કોરોના સંક્રમિત (Nitin Patel Corona Positive) થયા છે.
શરૂઆતી શરદીના પ્રાથમિક લક્ષણો જણાંતા નાયબ મુખ્યમંત્રીએ (DyCM Nitin Patel) કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, ત્યારબાદ તેઓ શહેરની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. આરોગ્ય મંત્રી તરીકે નીતિન પટેલ (Health Minister Nitin Patel) કોરોનાની શરૂઆતથી જ અનેક હોસ્પિટલોમાં મુલાકાત લેતા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube