રવિ અગ્રવાલ/વડોદરા :71માં પ્રજાસત્તાક દિવસ (Republic Day 2020) ની વડોદરા જિલ્લામાં ડભોઇ ખાતે ઉજવણી કરવામાં આવી. ડભોઈના કોમર્સ કોલેજના મેદાનમાં આયોજિત પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ધ્વજ વંદન કર્યું હતું. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ 370ની કલમને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) વિશે આકરા વેણ કહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યાસપીઠ પર બેસીને મોરારી બાપુએ કર્યાં અમિત શાહના વખાણ, બોલ્યા-તેઓ મને સરદાર પટેલની યાદ અપાવે છે


નીતિન પટેલે ધ્વજ વંદન બાદ કહ્યું કે, રાજ્ય સરકાર વિવિધ પ્રજા લક્ષી યોજનો ચલાવી રહી છે. સમગ્ર દેશમાં દરેક બાબતમાં ગુજરાત આગળ છે. નીતિન પટેલે આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોની યોજના અંગે સરકાર કયા પ્રકારની કામ કરી રહી છે તેની માહિતી લોકોને આપી હતી. સાથે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવા તેમજ નાગરિકતા કાયદાને લઈ વિપક્ષ પર ધારધાર પ્રહારો કર્યા હતા. નીતિન પટેલે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે, નાગરિકતા કાયદાને લઈ વિપક્ષ લોકોને ભ્રમિત કરી રહ્યું છે. વિપક્ષના લોકો દેશ વિરોધી તત્ત્વો છે, જે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. નીતિન પટેલે રાજ્યના લોકોને અપીલ કરી છે કે નાગરિકતા કાયદાનું સમર્થન કરો અને તેનો વિરોધ કરનારા લોકોને જાકારો આપો.


એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા સીડી ખસેડતા 5 કર્મચારીઓને લાગ્યો કરંટ, એકનું મોત 


વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુંડાગર્દી મામલે નીતિન પટેલને પ્રશ્ન પૂછતાં તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. મધુ શ્રીવાસ્તવ મામલે સ્પસ્ટ જવાબ આપતા નીતિન પટેલ બચ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યકર કે હોદ્દેદારોએ મીડિયા સાથે સભ્યતાથી વર્તવું જોઈએ. પક્ષ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરવી કે નહિ તે નિર્ણય લેશે. મધુ શ્રીવાસ્તવે ગેરકાયદે તળાવમાં કામકાજ શરૂ કરવાના મામલે નીતિન પટેલને પ્રશ્ન પૂછતાં તેઓએ કહ્યું કે, મધુ શ્રીવાસ્તવે ઉત્સાહ અને આવેશમાં આવી કામકાજ શરૂ કર્યું હતું. કામકાજ ગેરકાયદે હોય તો મહેસૂલ વિભાગ કાર્યવાહી કરે.


Photos : પાડોશી મુલ્કની કન્યાઓને જરાય ઓછી ન આંકતા, બીકની પહેરીને રસ્તા પર ઉતરે તો...


નીતિન પટેલે ધ્વજ વંદન બાદ ખુલ્લી જીપમાં બેસી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જેના બાદ પોલીસના જવાનોએ તેમને સલામી આપી. ધ્વજ વંદન બાદ વિવિધ યોજનાઓના ફ્લોટ્સ નીતિન પટેલ સામે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ, ટ્રાફિક જાગૃતિ, સ્વચ્છ ભારત અભિયાન, 108 એમ્બ્યુલન્સ, ખેડૂતો માટેની યોજના, પશુપાલકો માટેની યોજનાના ફ્લોટ્સ રજૂ કરાયા હતા. સાથે જ શિક્ષણ, આરોગ્ય, અને પોલીસ સુરક્ષાના પણ ફ્લોટ્સ રજૂ કરાયા હતા. ધ્વજ વંદનની ઉજવણી બાદ ઘોડેસવાર પોલીસ જવાનોએ અદભૂત કરતબો રજૂ કર્યા હતા. સાથે જ પોલીસના શ્વાનોએ ડોગ શો રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ લૂંટનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. વેપારીને એક લૂંટારૂએ લૂંટ્યો, ત્યારબાદ શ્વાનના મદદથી લૂંટારુંને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવાનોએ બૂલેટ બાઈક પર અદભૂત અને અવિશ્વનીય કરતબો કર્યા હતા. ભારતના તિરંગા સાથે યુવાનોએ બૂલેટ શો કર્યો હતો. તો બાળકોએ યોગ પણ કર્યા. વિવિધ સ્ટંટ કરી બાળકોએ પણ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ધ્વજ વંદનની ઉજવણીમાં મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ડભોઇના નાગરિકો જોડાયા હતા. સાથે જ ડભોઇના ધારાસભ્ય, છોટાઉદેપુર અને નર્મદાના સાંસદ, વડોદરા કલેકટર, ડીડીઓ, એસ પી, જિલ્લા તાલુકા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ પણ જોડાયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક