નવરાત્રિ અંગે મોટા સમાચાર, અનલોક-5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ
અનલોક 5 ની ગાઇડલાઇન મુજબ 200 લોકો એકઠા થઇ શકે તેવી શરતો સાથે નવરાત્રિ મામલે સરકાર વિચારણા કરી રહી છે
પ્રેમલ ત્રિવેદી/પાટણ :થોડા દિવસોમાં નવરાત્રિનુ પર્વ આવવાનું છે. ત્યારે ગરબા કરવા કે નહિ તે અંગે હજી પણ અવઢવ છે. ગુજરાત સરકાર દ્વારા હજી પરમિશન આપવામાં આવી નથી. પરંતુ લાગે છે કે, હવે ખેલૈયાઓને જલ્દી જ પરમિશન મળશે તેવું લાગે છે. નવરાત્રિ મામલે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર લઈ આવ્યું છે. પાટણમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે આશાસ્પદ સમાચાર આપ્યા કે અનલોક 5 ની ગાઇડલાઇન મુજબ નવરાત્રિ (navratri) માં છૂટછાટ મળી શકે છે. જાહેર સ્થળો પર મોટાપાયે યોજાતા નવરાત્રિ કાર્યક્રમો પર રોક હતી. પરંતુ અનલોક 5 ની ગાઇડલાઇન મુજબ 200 લોકો એકઠા થઇ શકે તેવી શરતો સાથે નવરાત્રિ મામલે સરકાર વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો : રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે પાટણની મુલાકાતે હતા. તેઓએ આજે પાટણમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેઓએ પાટણમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના નવા ભવન તેમજ બ્લડ બેન્કનું લોકાર્પણ કર્યું હતું.