ઝી મીડિયા/બ્યૂરો :જન ઔષધી દિવસ (Jan Aushadhi Yojana) નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં જેનેરિક દવાઓના વપરાશ વિશે માહિતી આપી હતી. ત્યારે હાલ દેશમાં સૌથી વધુ ચર્ચાતા યસ બેંકના ડૂબાણ (#YesBankCollapse) અંગે નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગઈકાલે રિઝર્વ બેંક દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, અને દર મહિને યસ બેંક (yes bank) ના ખાતા ધારકો અને ડિપોઝીટરને 50 હજાર ઉપાડવાની છૂટ આપી છે. રિઝર્વ બેંક હાલ યશ બેંકનો કન્ટ્રોલ લઈ ચૂકી છે. આ મામલે વહીવટદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. જૂનુ બોર્ડ વિખેરી દેવામાં આવ્યું છે. ગઈકાલે નાણામંત્રીએ પણ જે નિવેદન કર્યું કે ડિપોઝીટરને તેના નાણાની ચિંતા કરવાની જરૂર છે, 50 હજારની વ્યવસ્થા તેઓના કહેવા પ્રમાણે ટેમ્પરરી છે. કોઈ સારી બેંક તેમાં મર્જર કરે કે કોઈ અન્ય રોકાણકાર તેમાં જોડાય સ્ટેટ બેંક પણ તેમાં મર્જ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ બધુ જ ભારત સરકાર અને રિઝર્વ બેંક ઝડપી કરી રહી છે. વિશ્વાસ રાખો કે, નાણાં મળી જશે તે નક્કી છે. પણ કોઈ સારી બેંક સાથે મર્જર થાય તો વહેલીતરકે પ્રશ્નોનો નિકાલ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...