ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા નીતિન પટેલ બોલ્યા, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે
પીએમ મોદી (Narendra Modi) ના અતિ મહત્વના એવા ડ્રીમ પ્રોજેક્ટ પર મહારાષ્ટ્ર સરકારે બ્રેક મારી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train) માટે આર્થિક સંકટનું કારણ ધરતા ખળભળાટ શરૂ થયો છે. આ અંગે સામનામાં લખેલા લેખમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે `મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. ઉપરથી કેન્દ્ર સરકાર પાસેથી પુરતો સહયોગ મળતો નથી.’ ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, આ પ્રોજેક્ટ આગળ ચાલે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે.
ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ:પીએમ મોદી (Narendra Modi) ના અતિ મહત્વના એવા ડ્રીમ પ્રોજેક્ટ પર મહારાષ્ટ્ર સરકારે બ્રેક મારી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train) માટે આર્થિક સંકટનું કારણ ધરતા ખળભળાટ શરૂ થયો છે. આ અંગે સામનામાં લખેલા લેખમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે 'મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. ઉપરથી કેન્દ્ર સરકાર પાસેથી પુરતો સહયોગ મળતો નથી.’ ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, આ પ્રોજેક્ટ આગળ ચાલે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે.