હિતલ પારેખ/ગાંધીનગર :ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદામાં પાણી છોડાયું છે. જેથી 11 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકોને તકલીફ ના પડે એટલે ઓછું પાણી છોડી રહ્યા છીએ. આવતી કાલથી ડેમમાં વધારે પાણી ભરવાની મંજૂરી મળશે. અમે સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. નર્મદા ડેમના કયા દરવાજા ખોલવા તે પણ જોઈ રહ્યા છીએ. ડેમમાં પાણી ભેગું પણ નથી થવા દેવાનું સંગ્રહ પણ કરવાનું છે. ત્યારે 132 મીટરની આજુબાજુ પાણી સંગ્રહ કરી શકીશું. તો સી પ્લેન અંગે તેમણે માહિતી આપતા કહ્યું કે, 31 ઑક્ટોબરથી ગુજરાતમાં સી પ્લેન સેવા શરૂ થશે. સરળતાથી સી પ્લેન ઉતરી શકે તેટલું પાણી નદીમાં છે. ધરોઈમાં પણ સી પ્લેન ઉતરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું  


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતમા ચોમાસાના અપડેટ આપતા કહ્યું કે, મધ્યપ્રદેશમાંથી છોડવામાં આવેલું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે. કુલ 11 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર બંધમાં આવી રહ્યું છે. 10 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડી રહ્યા છે. એક લાખ ક્યુસેક પાણીનો નર્મદામાં સંગ્રહ થઇ રહ્યો છે. જો બધું જ પાણીના બધામાં નદીમાં છોડી દેવામાં આવે તો સરદાર સરોવર અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી થાય. અસર થવાથી મોટું નુકસાન પણ થાય. તેવી જ રીતે ભરૂચમાં પણ પાણી પહોંચી જાય અને લોકોને હાલાકી ભોગવવી પડે. તેથી 10 લાખ ક્યુસેક પાણી અત્યારે છોડી રહ્યા છે. હજુ પણ ઉપરવાસમાંથી વધારે પાણી આવી રહે તેવી શક્યતા છે. આખી પરિસ્થિતિ ઉપર સરદાર સરોવરના ચીફ એન્જિનિયર કક્ષાના અધિકારીઓ ધ્યાન રાખીને બેઠા છે. રાજીવ કુમાર ગુપ્તા સહિતના અધિકારીઓ ધ્યાન રાખીને અપડેટ લઈ રહ્યાં છે. દર એક કલાકે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલથી નિયમ બનાવ્યા છે. એટલે સપ્ટેમ્બર મહિના ડેમ થોડો વધારે ભરી શકાશે. સપ્ટેમ્બર આખર સુધીમાં આખો ડેમ ભરી શકાય તે પ્રકારની મંજૂરી મળી છે. શક્ય એટલું વધારે પાણી સરદાર સરોવર ડેમ ભરવામાં આવશે. ગત વર્ષે પણ આપણી આખો ડેમ ભરાયો હતો. સતત બીજા વર્ષે સંપૂર્ણ પાણી ભરવામાં આવશે. 


પાંચ વર્ષ બાદ છલકાયું કચ્છનું પ્રખ્યાત હમીરસર તળાવ, પરંપરા મુજબ લોકોને જાહેર રજા અપાઈ 


પાંચ વર્ષ બાદ છલકાયું કચ્છનું પ્રખ્યાત હમીરસર તળાવ, પરંપરા મુજબ લોકોને જાહેર રજા અપાઈ 


નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું  


મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ... 


9.5 ઈંચ વરસાદથી જામનગર જળબંબાકાર, આખી રાત રેસ્ક્યૂ માટે દોડતી રહી ફાયરની ટીમ