ચેતન પટેલ/સુરત: સુરતના મુકેશભાઇ આજથી 1999માં બિમારીને કારણે આંખોની દ્રષ્ટી ગુમાવી દીધી હતી. પરંતુ તેમના શિક્ષક બનવાના સ્વપ્નને પૂરૂ કરવા માટે મહેનત કરીને શિક્ષક બન્યા અને અંધ હોવા છતા શાળાના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમા રહેતા મુકેશભાઇનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. વર્ષ 1999મા જ્યારે તેઓ એમએડનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે  બિમારીને કારણે તેમને આંખમા અંધાપો આવી ગયો હતો. સામાન્ય રીતે કોઇ વ્યકિતની આંખોમાં જ્યારે અંધાપો આવી જાય છે. ત્યારે તે જીવન પણ હારી જતો હોય છે. પરંતુ મુકેશભાઇએ હાર માની નહિ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંધ હોવા છતા પાસ કરી ટાટની પરીક્ષા
મુકેશભાઇ અંધજન હોવા છતા પોતે એમએડ તથા ટાટની જે પરીક્ષા પાસ કરી સરકારી શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવવા માટે અરજી કરી હતી. જો કે સરકાર દ્વારા મુકેશ ભાઇ 100 ટકા અંધ હોવાને કારણે તેમનો સ્વીકાર કર્યો ન હતો. આવા કપરા સમયમા મુકેશભાઇનો હાથ તેમના મિત્રોએ ઝિંલ્યો હતો. તેઓએ આ અંગે હાઇકોર્ટમા કેસ કર્યો હતો. આખરે હાઇકોર્ટનો નિર્ણય આવે તે પહેલા જ રાજય સરકાર દ્વારા મુકેશભાઇને વિધાસહાયક તરીકે નોકરી આપવામા આવી હતી. મુકેશભાઇ હાલ કોસાડની શાળા નંબર 181મા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓનો મુખ્ય વિષય સમાજવિધા છે.


[[{"fid":"181410","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-Blind-teacher-","field_file_image_title_text[und][0][value]":"Surat-Blind-teacher-"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-Blind-teacher-","field_file_image_title_text[und][0][value]":"Surat-Blind-teacher-"}},"link_text":false,"attributes":{"alt":"Surat-Blind-teacher-","title":"Surat-Blind-teacher-","class":"media-element file-default","data-delta":"1"}}]]


અંધ હોવા છતા લીપિના ઉપયોગથી બાળકોને આપે છે શિક્ષા


મુકેશભાઇ અંધ હોવાથી પુસ્તક વાંચી શકતા નથી પરંતુ તેઓ લિપિની મદદથી બાળકોને અભ્યાસ કરાવે છે. કેટલીક વાર તો તેઓ ટેપ રેકોર્ડરની મદદથી કેટલાક વિષયો સાંભળે છે અને બાદમા તેઓ વિધાર્થીઓને આ અંગે અભ્યાસ કરાવે છે. પોતે અંધ હોવા છતા અન્ય શિક્ષક કરતા હાલ સૌથી સારુ શિક્ષણ અને જ્ઞાન બાળકોને આપી રહ્યા છે.


[[{"fid":"181411","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-Blind-teacher","field_file_image_title_text[und][0][value]":"Surat-Blind-teacher"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-Blind-teacher","field_file_image_title_text[und][0][value]":"Surat-Blind-teacher"}},"link_text":false,"attributes":{"alt":"Surat-Blind-teacher","title":"Surat-Blind-teacher","class":"media-element file-default","data-delta":"2"}}]]


સખત મહેનત કરીને મુકેશભાઇ બન્યા શિક્ષક
પોતાના શિક્ષક અંધ હોવા છતા બાળકો તેમની પાસેથી સારામા સારુ જ્ઞાન લેવાની સાથે તેમને મદદરુપ પણ બની રહે છે. મુકેશભાઇ જ્યારે નવો પાઠ ભણાવતા હોય ત્યારે કલાસનો એક વિધાર્થી બોર્ડ પર તે પાઠના સારાંશ સહિતની તમામ વસ્તુઓ લખી દેતો હોય છે. અને વિધાર્થીઓને પણ મુકેશભાઇની પાસે અભ્યાસ કરવાની સૌથી વધુ મજા આવે છે. મુકેશભાઇ પોતે અંધ હોવા છતા તેમનુ શિક્ષક બનવાનું જે સ્વપન હતું તે પૂરુ થયું છે.