નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગર વિસ્તારમાં 2496 મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં પહેલા ચરણમાં બનેલા 800 જેટલા મકાનો તૈયાર હોવા છતાં અને લાભાર્થીઓએ પૈસા ભરી દીધા હોવા છતાં આજ સુધી ગ્રાહકોને મકાન ફાળવવામાં નહિ આવતા રોષ જાગ્યો છે. લોકોનું કહેવું છે કે મકાન નહિ સોંપવામાં આવતા તેઓને અન્ય જગ્યા પર ભાડું ભરીને રહેવું પડે છે. ત્યારે આવા લોકોને ઝડપથી મકાન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની જીવાદોરી સમાન અનેક નદીઓ પ્રદૂષિત, જાણો કઈ-કઈ નદી છે દુષિત લિસ્ટની યાદીમાં..


દરેક માનવીનું સ્વપ્નું હોઈ છે કે તેમને પોતાનું ઘરનું ઘર હોઈ પરંતુ આ સ્વપ્નું માત્ર સ્થાનિક વહીવટી તંત્રના પાપે સાકાર થતું નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવે છે અને તેમાં લોકોને સસ્તા દરે મકાન મળી રહે એ રીતે સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2496 મકાનો બનાવવામાં આવ્યા છે. આ મકાનો પૈકી 800થી વધુ મકાનો 1 વર્ષથી તૈયાર થઈ ગયા હોવા છતાં તે મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા નથી. લાભાર્થીઓનું કહેવું છે કે તેઓ હાલ ભાડાના મકાનમા રહે છે તેનું ભાડું ભરવું પડે છે અને બીજીબાજુ બેંકમાંથી લીધેલ લોન પણ ચાલુ છે. આથી સરકારે આ મકાનો અમને તાકીદે ફાળવી દેવા જોઈએ.


15 જ દિવસમાં ગુજરાત વિદ્યાપીઠ ગંદકીનો ઉકરડો બની! દ્રશ્યો જોઈને રાજ્યપાલ વ્યથિત!


ભાવનગરમા આમ તો અનેક જગ્યાઓ પર આર્થિક પછાત વર્ગના લોકો માટે સરકારી આવાસો બનાવવામાં આવ્યા છે. જે પૈકીના કેટલાક આવાસો તૈયાર હોવા છતાં લાભાર્થીને મળતા નથી. આ જે મકાનો બન્યા છે તેની મુદત પણ વીતી ગઈ છે અને તેમ છતાં હજુ કેટલાકમાં તો કામ પણ શરૂ છે. આ મકાન જેને બનાવવા સોંપ્યા હતા, તે કોન્ટ્રાકટર પાર્ટી પહોંચી નહિ શકવાના કારણે કામ પડતું મૂકી દીધું. જેના કારણે હવે નવી પાર્ટીને કામ સોંપાયું છે. પરંતુ જે સમયસર પૂરું થયું નથી તેમ અધિકારીએ જણાવ્યું હતું. 


ગજબનો કિસ્સો! કૌમાર્ય અવસ્થામાં યુવતીએ કર્યો વિધર્મીને પ્રેમ, પતિની એવી હત્યા કરી કે


જો કે જે મકાનો 90 ટકા તૈયાર છે તે ટુંક સમયમાં ફાળવી દેવામાં આવશે તેમ પણ અધિકારી એ જણાવ્યું હતું. ભાવનગર સહિત રાજ્યોમાં નબળા વર્ગના લોકો પોતાના ઘરના ઘર માટે પ્રતિક્ષામા હોઈ છે, પરંતુ કોન્ટ્રાકટરની કામ પૂરું નહિ કરવાની નીતિ અને લોટ પાણીને લાકડા જેવા કામને લઈને ગરીબોના સ્વપ્નાં સાકાર થતા નથી.


સાવધાન! સુરતની આ ત્રણ હોસ્પિટલ સસ્પેન્ડ, આયુષ્માન કાર્ડનાં બહાને રોકડી કરવી ભારે પડી