જયેશ પટેલને ડામવામાં સરકાર નિષ્ફળ, પટેલ યુવાનના મોઢામાં ગોળી મારી દીધી અને...
* જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલની વધુ એક હરકત
* રણજીતસાગર રોડ પર ઈવા પાર્કમાં ફાયરીંગની ઘટના
* ઇજાગ્રસ્ત થયેલ યુવાનને હોસ્પિટલ સારવારમાં ખસેડાયો
* ભુમાફિયા જયેશ પટેલ સહિત ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
મુસ્તાક દલ/જામનગર : ભૂમાફિયા જયેશ પટેલની વધુ એક દહેશત સામે આવી છે, ત્યારે આજે શહેરના રણજીતસાગર રોડ પર આવેલ ઈવા પાર્કમાં બાંધકામની જગ્યાએ જૂની અદાવત મામલે ધોળા દિવસે સરાજાહેર જયસુખ ઊર્ફે ટીના પેઘડીયા નામના પટેલ યુવાન પર ફાયરિંગ કરાતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ દ્વારા ભુમાફિયા જયેશ પટેલ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસામાજીક તત્વોએ દાવેદારી નોંધાવતા દરેક પક્ષોમાં વિમાસણ
જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલની દહેશત સાથે ફરી ફાયરીંગની ઘટના સામે આવી છે. જામનગરના ઈવા પાર્કમાં જયસુખ પઢેડીયા નામના પાટીદાર શખ્સ પર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી ફરાર થયા હોવાની ઘટના બહાર આવી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમજ એક રાજકોટથી એફ.એસ.એલ.ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીઓને ઝડપી પાડવા જિલ્લાભરમાં નાકાબંધી સાથે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ભૂમાફિયા જયેશ પટેલ સાથે અગાઉ થયેલ મનદુઃખ બાબતે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરાયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
લોકશાહીમાં સરપંચનું મહત્વ PM જેટલું, સાંસદને પણ ગામમાં ઘુસતા પહેલા પુછવું પડે છે: પાટીલ
જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. જામનગરના ઈવા પાર્કમાં જયસુખ ઉર્ફે ટીના પેઢડિયા નામના શખ્શ જે બાંધકામનો વ્યવસાય ઘરાવે છે. જેના પર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. શહેરના ઈવા પાર્કમાં જયસુખ પેઢડીયા ના મકાનનું કામ ચાલુ હતું ત્યાં ધોળા દિવસે સરાજાહેર ઘટના બની હતી. અજાણ્યા શખ્સો દ્વારા જયસુખ પેઢડિયાના મોઢાના ભાગે ફાયરિંગ કરાયું હતું જેથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જયસુખને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. ભૂમાફિયા જયેશ પટેલે જૂની અદાવતમાં જયસુખ પટેલ પર ફાયરિંગ કર્યું હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.
પહેલા યુવતીને સરનામું પુછ્યું પછી કહ્યું મારી બાઇક પાછળ બેસીજા તને સ્વર્ગનું સરનામું આપું અને...
જી. જી હોસ્પીટલમાં જયસુખ પટેલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. જો કે ભુમાફિયા જયેશ પટેલ દ્વારા શહેરમાં અનેક લોકો પર ફાયરીંગની ઘટના કરવામાં આવી છે અને ખંડણી, કરોડોના જમીન કૌભાંડ સહિતના અનેક ગુનાઓમાં જયેશ પટેલ સંડોવાયેલ છે. અગાઉ જમીન પ્રકરણ મામલે જયેશ પટેલ સાથે સંકળાયેલા શહેરના બિલ્ડર, નિવૃત્ત પોલીસ અધિકારી, નગરસેવક સહિતના લોકો હાલ ગુજસીટોક હેઠળ જેલ હવાલે છે. આજે થયેલા ફાયરીંગ પ્રકરણમાં તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન , ડીવાયએસપી નિતેશ પાંડે સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
PORN જોઈને કોર્ટના જજની વિચિત્ર માગણીઓ, પત્નીની આપવીતીએ દર્શાવી જજની SEX લીલા
જોકે પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ જેના પર ફાયરિંગ થયું છે તે જયસુખ પેઢડીયા જામનગરના ભાજપ આગેવાન હસમુખભાઇ પેઢડિયાનો ભાઈ છે અને હસમુખને અગાઉ ભુમાફિયા જયેશ પટેલ સાથે મન દુખ થયું હતું, ભુમાફિયા જયેશ પટેલે whatsapp કોલિંગથી હસમુખ પેઢડિયાને ધમકી પણ આપી હતી. જેથી ક્યાંકને ક્યાંક આજે બનેલી ફાયરિંગની આ સમગ્ર ઘટના પાછળ ભુમાફિયા જયેશ પટેલ સાથે થયેલી મનદુઃખ બાબતે ફાયરીંગ થયુ હોય તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે પોલીસ દ્વારા જામનગરના સીટી-એ ડિવિઝનમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube