15 હજાર કરોડ ખર્ચ કર્યા છતા સૌની યોજના હજી પણ 50 ટકા બાકી: મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સૌની યોજના પર ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા છે. અને આ યોજનાને લઈને સરકાર રાજકારણ રમતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સરકાર પર આક્ષેપો કરતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે સૌની યોજનાના નામે અને પાણીના સંચાલનના નામે સરકાર દ્વારા રાજનીતિ કરવામાં આવે છે.
અતુલ તિવારી/અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સૌની યોજના પર ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા છે. અને આ યોજનાને લઈને સરકાર રાજકારણ રમતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સરકાર પર આક્ષેપો કરતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે સૌની યોજનાના નામે અને પાણીના સંચાલનના નામે સરકાર દ્વારા રાજનીતિ કરવામાં આવે છે.
સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓને પાણીની વિકટ સમસ્યા થતા 2012માં સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું પરંતુ આજે 15 હજાર કરોડ ખર્યા બાદ પણ 50 ટકા કામ બાકી છે. તે સમયે 115 ડેમ ભરવાની વાત હતી આજે 5 ડેમમાં પણ પાણી નથી. સૌરાષ્ટ્રના 87 જળાશયો જોડીને પાણી નાખવાની વાત હતી તેમાં પણ ફોટો ફંક્શન અને ઉદ્ઘાટન પૂરતું જ પાણી ભરવામાં આવ્યું હતું.
પરેશ ધાનણીની મુશ્કેલીમાં વધારો કરવા કાઠી સમાજના આ નેતાએ કસ્યો ગાળીયો
સૌરાષ્ટ્ર કચ્છ અને અન્ય ડેમોમાં હાલ 27 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સૌરાષ્ટ્રના બંધમાં માત્ર 16 ટકા જ પાણી છે. સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવું શક્ય નથી અથવા કોઈ વ્યવસ્થા નથી તેવો ભારત સરકારનો પત્ર જ કહે છે. 4 વર્ષે વધારાનું પાણી આવે તો જ સૌની યોજનામાં પાણીનું રૂપાંતર થાય છે.
10 હજાર કરોડનો સફેદ પાણીનો કાળો કારોબાર ચાલી રહ્યાનો મનીષ દોશીએ સરકાર પર આક્ષેપો કર્યા હતા. સાથે જ સવાલો કર્યા કે 115માંથી હજુ કેટલા ડેમ ભરાયા? 87 જળાશયોમાંથી કેટલામાં પાણી આવ્યું ? સૌની યોજના માટે 10 હજાર કરોડની જાહેરાત હતી. પરંતુ 15 હજાર કરોડ ખર્ચ્યા બાદ પણ કેમ 50 ટકા કામ પણ પૂર્ણ થયું નથી.