તેજશ મોદી, સુરત : સૂર્યા મરાઠીની હત્યામાં ક્રાઈમ બ્રાંચે સૂર્યાના જ બોડીગાર્ડ જયેશ પોલની ધરપકડ કરી છે. આમ સૂર્યા મરાઠીની હત્યામાં મોટી ગેમ રમાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે હત્યા કરાઈ તેના એક કલાક પહેલા સૂર્યાએ જયેશને રિવોલ્વર આપીને સુરક્ષા માટે ઓફિસ બહાર બેસાડ્યો હતો. 12 મી તારીખે એકાદ વાગે સૂર્યાની ઓફિસમાં ઘુસીને હાર્દિક અને તેના સાગરિતોએ સૂર્યા પર ચપ્પુના 55 ઘા કરી હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સૂર્યાની હત્યાના સમયે તેના ખાસ ગણાતા માણસોની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાવનાર અમોલ ઝીણે પણ આરોપી નીકળ્યો છે. ત્યાં જ સુર્યાનો તમામ ગોરખધંધો સંભાળતો સફી હત્યાનો માસ્ટર માઈન્ડ છે જેની પણ ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vadodara : ગૃહમંત્રી આવવાના છે એક જ દિવસ માટે પણ બદલાઈ જશે આખું શહેર!


આ ઘટનાની વિગતો જોઈએ સુરતના વેડરોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભોવન નગરમાં સાંઈરથ એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી ગત બુધવારે પોતાની ઓફિસમાં એકલો હતો. ત્યારે બપોરે 1.22 મિનિટે હાર્દિક તેના સાગરિતો રાહુલ, સતીષ, સાહિલ, વીકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંગ ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે 28, પાછળના ભાગે 22 એમ કુલ 50 ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. 


નમસ્તે ટ્રમ્પ : અમેરિકન પ્રેસિડન્ટના કાર્યક્રમમાં નહીં પહેરી શકાય કાળા કપડાં કે રૂમાલ, જાણો 10 ખાસ વાતો


મહત્વનું છે કે સૂર્યાની હત્યા કરવું કોઈ એક વ્યક્તિનું કામ નથી, જોકે સૂર્યાની હત્યાનો પ્લાન તેના નિર્દોષ છુટકારો પહેલા જ બની ગયો હતો. સૂર્યા જ્યારે જેલમાં હતો ત્યારે તેની ગેંગ હાર્દિક પટેલ ઓપરેટ કરતો હતો. તે સમયે સૂર્યાના તમામ માણસો હાર્દિકની નજીક આવ્યા હતા. સૂર્યા બહાર આવતા તેની હત્યા કરવા હાર્દિકે સૂર્યાના જ માણસોનો ઉપયોગ કર્યો. સૂર્યાના માણસોને હાર્દિકે ઓફર કરી કે જો સૂર્યા હટી જાય તો તે ગેંગનો લીડર બનશે અને તમામને ગેંગમાં મહત્વની ભુમિકા મળશે. જેથી હત્યાના દિવસે જયેશ પોલ અને આ ચારમાંથી એક આરોપીએ હાર્દિકને ફોન કરી હવે હત્યા કરી શકાય છે તેવી ટીપ આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...