આજે દેવદિવાળીનું મહાપર્વ: મંદિરોમાં ભક્તોની ભીડ, શુભકાર્ય આજથી થશે શરૂ
દિવાળીના બે અઠવાડિયા પછી દેવદિવાળીનો પર્વ આવે છે. કારતક મહિનાની પુનમના દિવસને દેવ દિવાળી સ્વરૂપે ઉજવવામાં આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ આ મહાપર્વના સમાપન સ્વરૂપે ઉજવાય છે. કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસથી જ લગ્નો માટેનું શુભ મુહર્તો નિકળે છે.
અમદાવાદ : દિવાળીના બે અઠવાડિયા પછી દેવદિવાળીનો પર્વ આવે છે. કારતક મહિનાની પુનમના દિવસને દેવ દિવાળી સ્વરૂપે ઉજવવામાં આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ આ મહાપર્વના સમાપન સ્વરૂપે ઉજવાય છે. કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસથી જ લગ્નો માટેનું શુભ મુહર્તો નિકળે છે.
કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ ના સંદર્ભમાં એક પૌરાણિક કથા ખુબ જ પ્રચલિત છે. દેવ-દિવાળીની પૌરાણિક કથા અનુસાર ત્રિપુર નામનો દૈત્ય પ્રયાગક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી. એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવનમાં જ્વાળાઓ ઉઠવા લાગી. આ દૈત્યને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ, ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં, જેથી દેવતાઓ ગુંચવાયા. ભક્તિના કારણે બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું. આ દૈત્યએ બ્રહ્માજી પાસે અમરત્વ માંગ્યુ. જો કે બ્રહ્માજી બોલ્યા, ‘હે વત્સ! મારું પણ મરણ થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી? શરીર ધારણ કર્યું તેના માટે મરણ અનિવાર્ય છે, માટે મારી પાસેથી અન્ય વરદાન માંગ’
ત્રિપુર બોલ્યો: ‘હે પિતામહ! દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં એવું વરદાન આપો.’ બ્રહ્માજીએ તેને આ વરદાન આપ્યું. જો કે તેને વરદાન મળ્યાનાં સમાચાર સાંભળી અનેક દૈત્યો એની પાસે આવ્યા. ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે, દેવોને હણી નાખો. એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો. ત્રિપુરની આજ્ઞા બાદ બધા જ દૈત્યોએ સમગ્ર પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો અને પૃથ્વી પર ત્રાહીમામ થઇ ગયું. આખરે સૌએ શિવજીનું શરણ સ્વીકાર્યું. જેથી ત્રિપુરે કૈલાસ પર પણ આક્રમ કર્યું. ત્રણ દિવસ સુધી તમામ દેવતાઓ અને ત્રિપુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આખરે મહાદેવનાં બાણથી ત્રિપુર હણાયો. જેથી દેવો સહિત સમગ્ર વિશ્વ અને ત્રણેય લોકમાં ખુશી વ્યાપ થઇ. વિજયની ઉજવણી દેવો દ્વારા કરવામાં આવી તેથી આ દિવસ કારતક સુદ પુનમે દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.