Devbhoomi Dwarka: ભાણવડમાં ભાજપમાં ભડકો, 8 સભ્યોને કર્યા સસ્પેંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ (Bhanavad) માં નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ દ્વારા કરાઈ હતી.
દિનેશ વીઠલાણી, દ્રારકા: દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના ભાણવડ (Bhanavad) નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. ખંભાળીયા પ્રાંત અધિકારીની હાજરીમાં ભાજપ (BJP) ના 8 સદસ્યોએ કોંગ્રેસ (Congress) ને ટેકો આપતા ભાજપે (BJP) સત્તા ગુમાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ (Bhanavad) માં નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. જેમાં ભાજપના જ કેટલાક સદસ્યોએ કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે ખંભાળીયા પ્રાંત અધિકારીની હાજરીમાં સામાન્ય સભા મળી હતી અને આજ રોજ ભાણવડ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઈ હતી.
Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police
ભાણવડ નગર પાલિકામાં કુલ 6 વોર્ડની 24 બેઠક પૈકી ભાજપ પાસે 16 અને કોંગ્રેસ પાસે 8 બેઠક હતી. અને ભાજપે ભાણવડ (Bhanavad) નગર પાલિકામાં સત્તા મેળવી હતી. જ્યારે કોંગ્રેસના 8 અને ભાજપ (BJP) ના કેટલાક સદસ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ પર અવિશ્વાસ ની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે આજે સામાન્ય સભા મળી ત્યારે કોંગ્રેસના 8 અને ભાજપ (BJP) ના 8 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપ્યો હતો. જેથી અવિશ્વાસનો દરખાસ્ત મંજુર થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube