ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો! 51 વર્ષ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિ જીવિત થયો`ને કરી ગયો કરોડોનું કૌભાંડ
ખંભાળિયા પોલીસે ખોટા દસ્તાવેજમાં લેનાર વેચનાર અને સાક્ષી મળી કુલ 7 લોકો સામે IPCની કલમ 465, 466, 471, 120b, 177 મુજબ તારીખ 24 / 12 /2023 ના રોજ 7 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો અને તેમાંથી 4 આરોપીને પકડી પાડ્યા છે.
ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ખંભાળિયા તાલુકા હર્ષદપુર ગામે આવેલ ખેતીની જમીન કે જે NRI કાંતિલાલ પ્રભાશંકરની માલિકીની આવેલ છે. સરવે નંબર 125 અને 110 વારી કુલ 0.73.85 હેકટર જગ્યા આવેલી છે. જેની હાલની બજાર કિંમત 7 કરોડથી પણ વધુ થાય છે. જમીનના મૂળ માલિક કાંતિલાલ પ્રભાશંકર કે જેઓ તારીખ 7 જુલાઈ 1970 ના કેન્યા ખાતે મૃત્યુ પામેલા છે. તેમના વારસદારો પણ કેન્યા તેમજ સ્કોટલેન્ડ અને યુ.કે માં રહે છે.
સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCનું ભરતી કેલેન્ડર જાહેર
વર્ષોથી આ જમીન બંજર પડી હોઈ કોઇની અવર જવર ના રહેતી હોઈ જમીનની કિંમત કરોડોની હોઈ ભૂ-માફીયાઓની નજર તેના પર પડતાં સો પ્રથમ ડમી કાંતિલાલ પ્રભાશંકર વયિકત ઊભો કર્યો અને તેનું ડમી મુખત્યારનામુ મુંબઇ જઇ બનાવી ખંભાળિયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ટોળકી ઊભી કરી લંજા હુસેન સંધી અને મધુકાંત શાહ નામથી વેંચાણ દસ્તાવેજ કરી લીદી હતી.
કેવું હશે ગુજરાત સરકારનું બજેટ? ઉદ્યોગકારોની સાથે સૌરાષ્ટ્રની શું છે આશા-અપેક્ષા
આ જમીન માલિકના ભાણેજને ખબર પડતાં તેમના દ્વારા રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર, કલેકટર, પોલીસ બધે ફરિયાદ અરજી આપી હતી. તેથી આ જગ્યા તેમના નામ પર દાખલ થયેલ નહિ. પરંતુ તે વખતે આ ફરિયાદ અરજી બાબતે પોલીસે કોઈપણ જાતની કાર્યવાહી કરી નહિ અને આ ભૂ માફિયા ટોળકીએ ફરી 2022માં આ જગ્યાનો દસ્તાવેજ અન્ય સદુભા ચુડાસમાને કરી આપ્યો હતો. ત્યારે ફરી મૂળ માલિકના ભાણેજ દ્વારા ફરિયાદ કરાઈ અને તે બાબતે આ વખતે પોલીસ જાગી અને તપાસ હાથ ધરી હતી, જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો .
ગુજરાતમાં બદલીનો ઘાણવો યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અને 25 TDOની બદલી, જાણો લિસ્ટ
ખંભાળિયા પોલીસે ખોટા દસ્તાવેજમાં લેનાર વેચનાર અને સાક્ષી મળી કુલ 7 લોકો સામે IPCની કલમ 465, 466, 471, 120b, 177 મુજબ તારીખ 24 / 12 /2023 ના રોજ 7 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો અને તેમાંથી 4 આરોપીને પકડી પાડ્યા છે અને હાલ તેઓ જેલ હવાલે છે, પરંતુ 1 મહિનાથી વધુ સમય નીકળી ગયો હોઈ તેમ છતાં મુખ્ય સૂત્રધાર બનાવતી કાંતિલાલ સહિતના 3 આરોપી હાલ ફરાર છે.
શું તમને પણ થઈ છે આવી તકલીફ? કોરોના પછી 18થી 40 વર્ષના યુવાનોમાં વધી આ ગંભીર સમસ્યા
અનેક આરોપીઓ નામ ખુલવા પામે તેમ હોઈ ત્યારે પોલીસ પાસે યોગ્ય અને પારદર્શક તપાસની માંગ સાથે આજરોજ ફરિયાદી રશ્મિન શુક્લ એ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર હકીકત જણાવી હતી. આ મુદ્દે પોલીસ તપાસ ચાલુ છે અને તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે તેવું જણાવ્યું હતુ.