વેકેશનની મોજ: દેવોની ભૂમિ દ્વારકામાંયે પગ મૂકવાની જગ્યા નથી, જવાનું વિચારતા હોય તો ખાસ વાંચો
દિવાળીના તહેવારોમાં દેવભૂમિ દ્વારકામાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી છે. દેવભૂમિ દ્વારકા એટલે કે દેવોની ભૂમિ માનવામાં આવે છે. જેના કારણે દિવાળીના પાવનપર્વે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર દેવોની ભુમિ પર જોવા મળી રહ્યું છે.
દિનેશ/ દેવભૂમિ દ્વારકા: ગુજરાતમાં કોરોનામાંથી છૂટછાટ આપ્યા બાદ નવરાત્રિ બાદ દિવાળીના તહેવારોમાં ફરી અનેક ધાર્મિક જગ્યાએ ભક્તોની ભીડ ઉમટી પડી છે. હાલ દિવાળી (diwali)ની રજાઓમાં મોટી સંખ્યામાં ભક્તો અનેક જાણીતા મંદિરો અને હરવા ફરવાની જગ્યાએ સમય પ્રસાર કરી રહ્યા છે. જોકે, કોરોના હજી ગયો નથી, ત્યારે ભક્તોની આ ભીડ ડરાવી દે તેવી છે. દિવાળીના તહેવારોમાં દેવભૂમિ દ્વારકામાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી છે. દેવભૂમિ દ્વારકા એટલે કે દેવોની ભૂમિ માનવામાં આવે છે. જેના કારણે દિવાળીના પાવનપર્વે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર દેવોની ભુમિ પર જોવા મળી રહ્યું છે.
દેવોની ભૂમિપર આવેલા ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ
હાલ દિવાળીના તહેવારો ચાલતા હોવાથી મિનિ વેકેશન માણવા લોકો દર્શનાર્થે દ્વારકા પહોંચ્યા છે, જેના કારણે ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. દ્વારકામાં આવેલ હરસિદ્ધિ માતાજી મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અહીં લોકોએ માતાજીની આરતીનો લાભ લઈને દર્શન કર્યા છે. નવા વર્ષની શરૂઆત લોકોએ ધાર્મિક સ્થળોએથી કરી છે.
અત્રે નોંધનીય છે કે, શનિવારે યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિર (Dwarkadhish Temple) ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. ભાઈબીજ (Bhai dooj 2021) નો પવિત્ર તહેવારના દિવસે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. જેથી મોટી સંખ્યામાં ભક્તોએ ગોમતી સ્નાન કરી ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. હિંદુઓમાં લોકવાયકા છે કે ભાઈબીજના દિવસે બહેન ભાઈ માટે યમ-યાતનામાંથી ભાઈની મુક્તિ માટે સ્નાન કરે છે. ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધે છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રના દ્વારકા -સોમનાથમાં પણ ભારે ભીડ જામી છે. નવવર્ષના પ્રારંભે દ્વારકાધીશના દર્શન કરી પાવન થવાના મહિમામાં વધારો થયો છે અહીના સુદામા સેતુ પર પ્રવાસીઓની ભારે ભીડ જામી પડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube